Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ખેતમજૂર પર સિંહનો હુમલો:નાની કુંકાવાવ-લાખાપાદરની સીમમાં મજૂરને પીઠ અને પગના ભાગે ઈજા પહોંચાડી, બૂમાબૂમ થતાં બે સિંહ નાસી છૂટ્યાં

    6 hours ago

    અમરેલી જિલ્લામાં નાની કુંકાવાવ અને લાખાપાદર ગામની સીમ બોર્ડર વિસ્તારમાં ધોળા દિવસે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગોકુળભાઈ શીંગાળાની વાડીમાં સનીયાભાઈ ભાયડીયા નામના ખેતમજૂર કપાસમાં નીંદણનું કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક બે સિંહ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમાંથી એક સિંહે સનીયાભાઈ પર હુમલો કર્યો હતો. રાડારાડ કરતાં સિંહો નાસી છૂટ્યા સિંહે હુમલો કરતાં સનીયાભાઈએ બૂમાબૂમ અને રાડારાડ કરી હતી. ખેતમજૂરની બૂમો સાંભળીને બંને સિંહ ત્યાંથી ભાગી ગયા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને ખેતમજૂરનો જીવ બચી ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈજાગ્રસ્ત ખેતમજૂરને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સનીયાભાઈને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહોનું લોકેશન મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ખેતમજૂરે હુમલાની આખી ઘટના વર્ણવી સનીયાભાઈ ભાયડીયાએ જણાવ્યું હતું કે, તેઓ કપાસમાં નીંદણનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કપાસમાંથી સિંહ આવી ચડ્યો હતો. સિંહે પાછળથી તેમના પર ઝપટ મારી હતી. ત્યારબાદ તેમણે બૂમાબૂમ કરતાં સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે બે સિંહ હતા. વાડી માલિક ગોકુળભાઈ શીંગાળાના જણાવ્યા મુજબ, તેમની વાડીમાં મજૂર નીંદણનું કામ કરી રહ્યો હતો ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસ બે સિંહ હોવાનું પણ સામે આવ્યું હતું. વનવિભાગે સિંહોના લોકેશન અંગે તપાસ શરૂ કરી ઇન્ચાર્જ એસીએફ રાજન જાદવે જણાવ્યું હતું કે, વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે અને વનવિભાગની ટીમ ઘટના સ્થળે હાજર છે. બનાવ સ્થળની આસપાસ બે સિંહોના લોકેશન મળી રહ્યા છે. જોકે, ખેતમજૂર પર હુમલો કરનાર સિંહ આ જ પૈકીનો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સિંહોની અવરજવર વધતાં ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતા અમરેલી જિલ્લામાં સિંહોની મોટી સંખ્યાને કારણે ગ્રામ્ય અને ખેતી વિસ્તારોમાં તેમની અવરજવર સતત જોવા મળી રહી છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. સ્થાનિક સ્તરે સિંહોના લોકેશન અને મોનિટરિંગ સાથે વનવિભાગનું પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવાની માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કંથારિયા-વાસદ રોડ પર ટેમ્પો પલટી જતાં 12 શ્રદ્ધાળુઓ ઘાયલ:8 ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરાની SSGમાં ખસેડાયા, ટક્કર મારી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર
    Next Article
    नजीबाबाद में तेज रफ्तार कार ने बाइक को मारी टक्कर, बाइक पर सवार थे दो लड़के

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment