Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    75 ગુનાઓમાં સંડોવાયેલો કાસમઆલા ગેંગનો રીઢો આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયો:હુસેન સુન્ની તથા સાગરીત મનોજ ત્રિવેદી ઝડપાયા, 55.450 ગ્રામ MD સહિતનો મુદ્દામાલ કબજે

    6 hours ago

    વડોદરાના કાસમઆલા ગેંગના રીઢા આરોપી અને 75થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હુસેન સુનીને તેના સાગરીત મનોજ ત્રિવેદી સાથે ઝડપી પાડ્યો છે. આરોપીઓ પાસેથી રૂ.1,54,530 રૂપિયાની કિંમતનું 55.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું અને મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો, રોકડ અને વાહન મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એમ. ગામેતીની ટીમના પીએસઆઇ એસ.આર.એન. બારૈયા, પીએસઆઇ કે.ડી. રાઠોડ તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હુસેન કાદરમિયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન, વડોદરા) તથા તેનો સાગરીત મનોજ ત્રિવેદી મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરવા માટે લક્ષ્મીનગર સોસાયટીના નાકે સ્કૂટર સાથે ઉભા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વારસિયા રીંગ રોડ ઉપર લક્ષ્મીનગર સોસાયટી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે સ્કૂટર સાથે ઉભેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સોની તપાસ કરતાં હુસેન સુન્ની પાસેથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની પાસેથી મોબાઇલ ફોન સહિત અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. મનોજ ત્રિવેદી પાસેથી પણ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 55.450 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું હતું. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો, ખાલી થેલીઓ, રોકડ રૂ.2,000 તથા સુઝુકી બર્ગમેન સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કબજે કરાયેલા તમામ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને NDPS એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી માટે વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હુસેન સુન્ની કાસમઆલા ગેંગ સાથે સંકળાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે રીઢી રીતે ચોરી, લૂંટ, ધાડ, ખંડણી, મારામારી, ચોરીના કાયદાના ભંગ, જુગાર તથા અન્ય ગુનાઓ સહિત ગુજરાતમાં 75થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અગાઉ પણ ગુજરાતની અલગ-અલગ જેલોમાં અનેક વખત જઈ ચૂક્યો છે. તેની ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે અગાઉ પણ વડોદરા શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીને કાર્યક્રમ માટે MS યુનિ.નું ગ્રાઉન્ડ બદલવા સેનેટ-મેમ્બરનો પત્ર:કપિલ જોષીએ કહ્યું-ખેલાડીઓની પ્રેક્ટિસ બંધ થઈ, રમત સિવાયના કાર્યક્રમો માટે નહીં ફાળવવાનો ઠરાવ
    Next Article
    ઓવરટેક બાબતે માથાકૂટમાં યુવકની હત્યા કરનારા બે આરોપીઓ ઝડપાયા ​:જૂનાગઢ-ધોરાજી રોડ પર સામસામે જોવાની ક્ષુલ્લક બાબતે બોલાચાલી બાદ યુવકની હત્યા કરનાર બંને હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment