Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીને કાર્યક્રમ માટે MS યુનિ.નું ગ્રાઉન્ડ બદલવા સેનેટ-મેમ્બરનો પત્ર:કપિલ જોષીએ કહ્યું-ખેલાડીઓની પ્રેક્ટિસ બંધ થઈ, રમત સિવાયના કાર્યક્રમો માટે નહીં ફાળવવાનો ઠરાવ

    6 hours ago

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલિયન ખાતે આગામી 8 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમો યોજાવાની તૈયારી વચ્ચે યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોષીએ મોદીને પત્ર લખી મેદાનની ફાળવણી અંગે પુનર્વિચાર કરવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, પેવેલિયન રમતવીરો માટેનું મેદાન હોવાથી કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓની રમતગમતની પ્રેક્ટિસ બંધ થઈ ગઈ છે અને યુનિવર્સિટીની આંતરિક કસોટી તથા પરીક્ષાઓ પણ અસરગ્રસ્ત થવાની સ્થિતિ ઊભી થઈ છે. 'રમત સિવાયના કાર્યક્રમો માટે ફાળવવામાં નહીં આવે'નો ઠરાવ કપિલ જોષીએ પત્રમાં અગાઉ આ જ મેદાન પર જાહેર કાર્યક્રમ યોજાયા બાદ સર્જાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. જોષીએ કહ્યું હતું કે, વર્ષો પહેલા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મેદાનમાંથી સામાન હટાવ્યા પછી પણ ખીલીઓ અને મોટા ખીલાઓ રહી ગયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને લાંબા સમય સુધી ઇજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે યુનિવર્સિટીના સત્તા મંડળો દ્વારા પેવેલિયનના રમતના મેદાનને રમત સિવાયના કાર્યક્રમો માટે ફાળવવામાં નહીં આવે તેવો ઠરાવ કરાયો છે. રમતવીરોનીનો પ્રેક્ટિસ અટકી ગઈ, ખેલાડીઓને નુકસાન થઈ શકે આગામી દિવસોમાં આંતર-યુનિવર્સિટી સ્પર્ધાઓ તેમજ ‘ખેલે ગુજરાત’ અંતર્ગત ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજાનાર હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે. કાર્યક્રમના આયોજનને કારણે તેમની પ્રેક્ટિસ હાલ અટકી ગઈ હોવાનું જણાવતાં જોષીએ કહ્યું છે કે કાર્યક્રમ બાદ પણ સફાઈ અને મેદાનને ફરી ઉપયોગ લાયક બનાવવામાં દિવસો લાગી શકે છે, જેના કારણે ખેલાડીઓને વધુ નુકસાન થઈ શકે છે. પરિણામે રમતવીરોમાં નિરાશા અને નારાજગી વ્યાપી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. મેદાનની પસંદગી અંગે પુનર્વિચાર કરવા મોદીને પત્ર કપિલ જોષીએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે, વડોદરામાં જાહેર કાર્યક્રમ માટે અન્ય અનેક મેદાનો ઉપલબ્ધ હોવા છતાં MSUના રમતના મેદાનની પસંદગી અંગે તાકીદે પુનર્વિચાર કરવામાં આવે. રમતપ્રેમી નાગરિક, ભૂતપૂર્વ યુનિવર્સિટી ખેલાડી અને સેનેટ સભ્ય તરીકે તેમણે વિદ્યાર્થીઓના હિતમાં કાર્યક્રમનું સ્થળ અન્યત્ર ખસેડી પેવેલિયનને રમતગમતની પ્રવૃત્તિઓ માટે ખુલ્લું રાખવા હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં શિક્ષકે જ સાથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવ્યો:બાલારામના જંગલમાં ખોટા બળાત્કાર કેસની ધમકી આપી 5 લાખ માંગ્યા, પૂર્વ શિક્ષક સહિત 3 આરોપીઓને ઝડપ્યા
    Next Article
    75 ગુનાઓમાં સંડોવાયેલો કાસમઆલા ગેંગનો રીઢો આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયો:હુસેન સુન્ની તથા સાગરીત મનોજ ત્રિવેદી ઝડપાયા, 55.450 ગ્રામ MD સહિતનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment