Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાવ બાદ 5 વર્ષીય બાળકનું મોત, માતા રડી રડીને બેહાલ:સુરતમાં આકરા ઉનાળે રોગચાળો વકર્યો, બાળક સહિત 3નાં મોત; સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો

    9 hours ago

    સામાન્ય રીતે શિયાળાની વિદાય અને ચોમાસાની શરૂઆતમાં રોગચાળો માથું ઊંચકતો હોય છે, પરંતુ સુરતમાં આ વર્ષે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, કમળો અને તાવના કારણે એક માસૂમ બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. લિંબાયતમાં તાવ- ઝાડા બાદ 5 વર્ષના માસૂમે જીવ ગુમાવતા, માતાનો રડી રડીને બેહાલ થયો હતો. બીજી તરફ, શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને ઓપીડીની બહાર લાંબી લાઈનો લાગી રહી છે. કેસ 1: આંગણવાડીમાં ભણતા 5 વર્ષના હસનેનને તાવ-ઝાડા ભરખી ગયા લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરમાં રહેતા અને ચાની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નાજીન સૈયદનો 5 વર્ષનો પુત્ર હસનેન આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો. ગત સોમવારે સાંજે હસનેનને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ ઝાડા શરૂ થઈ ગયા હતા. પરિવારે નજીકની મેડિકલ સ્ટોરમાંથી દવા લાવીને તેને આપી હતી. જોકે, મંગળવારે વહેલી સવારે બાળકની તબિયત વધુ લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતના પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. કેસ 2: રામપુરામાં તાવની બીમારી બાદ પાલિકાના સફાઈ કામદારનું મોત બીજો કરૂણ બનાવ રામપુરા વિસ્તારની ચુમાંલીસ ચાલમાં સામે આવ્યો છે. અહીં રહેતો 39 વર્ષીય કરણ રમેશભાઈ સોલંકી સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલાં કરણ તાવ સહિતની બીમારીની સપડાયો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. દરમિયાન, મંગળવારે સવારે ઘરે તેની તબિયત એકાએક વધુ બગડી હતી અને તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તબીબોએ તેને મૃત જાહેર કરતાં સફાઈ કામદારોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. કેસ 3: વેડરોડ પર કમળાની ઝપેટમાં આવેલા કલરકામ કરનારે જીવ ગુમાવ્યો ત્રીજી ઘટના ચોકબજાર વિસ્તારના વેડ રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટીમાં બની છે. અહીં રહેતો 36 વર્ષીય અરૂણ રાજેન્દ્ર મોરે કલરકામ કરીને પોતાના બે સંતાનો અને પત્નીનું પેટ ભળતો હતો. અરૂણને થોડા દિવસો પહેલાં કમળાની અસર થઈ હતી, જેની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી. સોમવારે મોડી રાત્રે ઘરમાં જ અચાનક અરૂણની તબિયત અત્યંત નાજુક થઈ જતાં તેને સ્મીમેર હોસ્પિટલ દોડાવવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતાની છત્રછાયા ગુમાવતા બંને સંતાનો અનાથ બન્યા છે. માત્ર એપ્રિલ મહિનામાં જ સિવિલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો સુરતની નવી સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉનાળાની આકરી ગરમીમાં પણ ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કમળો અને ટાઈફોડના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં એપ્રિલમાં કમળાના 83, ટાઇફોડના 63, ડેન્ગ્યુના 32, તાવના 72, મેલેરીયાના 101 અને ગ્રેસ્ટોના 37 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. તબીબોની તત્કાલિક સારવારની અપીલ ઉનાળામાં દૂષિત પાણી અને બજારુ ખાદ્યપદાર્થોના કારણે પાણીજન્ય રોગો તેમજ મચ્છરોના ઉપદ્રવથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, વાસી ખોરાક ન ખાવા અને તાવ કે ઝાડાના લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક સરકારી હોસ્પિટલ કે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તબીબોએ અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગારમાં 18000 સુધીનો વધારો કરવા માંગ, કર્મચારીઓને કંપની બહાર આવતા રોકવામાં આવ્યા
    Next Article
    રાજ્યમાં ધોરણ 10નું સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું:2.82%ના સાધારણ સુધારા સાથે 76.42% પરિણામ, 121 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment