Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેરાગામમાં ખંડણીખોરનો આતંક:ચિઠ્ઠીઓ ફેંકી ખેડૂત પાસે રૂપિયા 10 લાખ માંગ્યા

    21 hours ago

    નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પેરાગામ પાંચ બંગલા રહેતા ખેડૂત તથા જમીન દલાલ દિનેશભાઈ રતનજી આહિરના પરિવારને નિશાન બનાવી અજાણ્યા શખ્સે નનામી ચિઠ્ઠીઓ થકી રૂ. 5થી 10 લાખની ખંડણી માંગતા ચકચાર મચી છે. ગત તા. 16 ઓગસ્ટ 2026ની રાત્રે અજાણ્યા શખ્સે ફરિયાદીના ઘરની પાછળ પથ્થર મારી બારીનો કાચ તોડ્યો હતો. ઘરની દિવાલ તેમજ પોતુ કરવાના રૂમાલ ઉપર લખાણ લખીને રૂ. 5 લાખની માંગણી કરી પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. ત્યારબાદ 18 ઓગસ્ટે ઘરના દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલી ચિઠ્ઠી દ્વારા માંગણી વધારીને રૂ. 10 લાખ કરી દેવામાં આવી હતી. આટલેથી ન અટકતા, તા. 7 સપ્ટેમ્બરના રોજ ઘરના વાડામાં જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી ધમકીભરી ચિઠ્ઠી મૂકી હતી અને તા. 24 સપ્ટેમ્બરે ગામના કોઈ વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી ફોન મૂકવા દબાણ કર્યું હતું. અવારનવાર આવી ખંડણીની ચિઠ્ઠીઓ ફેંકી પરિવારને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવતા આખરે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. નવસારી રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ એમ.એલ. સૈયદે તપાસ હાથ ધરી છે. સ્થાનિકની સંડોવણી હોવાની થિયરી પોલીસની પ્રાથમિક આશંકા મુજબ આ કૃત્યમાં ગામના જ કોઈ સ્થાનિક શખ્સો અથવા જમીન લેવડ-દેવડ કે જૂની આર્થિક બાબતો સાથે સંકળાયેલા અંગત લોકોની સંડોવણી હોઈ શકે છે. બનાવ સંદર્ભે કોઈ ચોક્કસ કડી ન મળતા આસપાસ વોચ રાખવા માટે સંબંધીઓના ઘર પાસે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા લેવડ-દેવડના હિસાબ અને તમામ અંગત પાસાઓને ધ્યાને રાખી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે પેરામાં ચિઠ્ઠી દ્વારા ખંડણી માંગવાના કેસમાં તપાસ શરૂ કરી છે. અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સમગ્ર મામલે નિવેડો આવે તેવી શક્યતા છે. > વી.જી.ભરવાડ, પીઆઇ, નવસારી ગ્રામ્ય
    Click here to Read More
    Previous Article
    સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને ઝંડી આપી:કોરોના કાળમાં બંધ થયેલી મેમુ ટ્રેનને લીલી ઝંડી, પણ સમયપત્રકને લઈ મુસાફરો મૂંઝવણમાં મુકાયા
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:નવસારીમાં 128 ટકા સાથે રાજ્યનો સૌથી‎વધુ વરસાદ, છતાં ખેડૂતો પાણી માટે તરસ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment