Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધુરંધર જોઈ વડોદરાના ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ કર્યું:ફિજીથી હત્યાની સોપારી અપાઈ, 1200 KM બાઈક ચલાવી પહોંચ્યા'તા; બે મહિનામાં 8 વખત રેકી, બેની છત્તીસગઢથી ધરપકડ

    1 day ago

    વડોદરામાં ગારમેન્ટના વેપારી પર થયેલા ફાયરિંગના આરોપીઓને આખરે વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. 26 જૂનના રોજ વાઘોડિયા ચોકડી પર વેપારી પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કાવતરાને ઉઘાડું પાડ્યું છે. ફિજીમાંથી આપવામાં આવેલી સોપારીને અંજામ આપવા આવેલા બે આરોપીઓને છત્તીસગઢથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. 26 જૂનની રાત્રે વેપારી પર બે શખ્સોનું ફાયરિંગ 26 જૂન 2026ના રાતે આશરે 10.30 વાગ્યે વાઘોડિયા ચોકડી પર એક વેપારી પોતાની દુકાનેથી ગાડી લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના અનુસંધાને વરણામા પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનામાં આશિષ કુમાર મદનલાલ બાકોલિયા (મૂળ દિલ્હીના, વડોદરામાં કપડાનો વેપાર કરે છે) ભોગ બન્યા હતા. LCB, SOG સહિતની પોલીસ ટીમો દ્વારા તપાસ ઘટનાની ગંભીરતાને જોતાં એસપી વડોદરા ગ્રામ્ય સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને વરણામા પોલીસની 10થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન 2000થી વધુ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ બાઇક (GJ 06 AO 9199)ની ઓળખ થઈ અને તેની મૂવમેન્ટ ટ્રેસ કરવામાં આવી હતી. જેમાં વિક્રમ પ્રતાપ સિંહ અને ગુરજીત સિંહ બંને આરોપીઓને છત્તીસગઢના દુર્ગથી પકડીને વડોદરા લાવવામાં આવ્યા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ, બે મેગઝીન અને 10 કારતૂસ મળી આવ્યા છે. વેપારી પર ફાયરિંગ પાછળ આંતરરાષ્ટ્રીય કનેક્શન આઇજી સંદીપસિંહે જણાવ્યું હતું કે, આ કેસમાં ફિજીનું મુખ્ય કનેક્શન સામે આવ્યું છે. ફરિયાદી આશિષ કુમાર અઢી વર્ષ પહેલાં ફિજીની 'દયાલ સ્ટીલ' કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીના માલિક જય દયાલ સાથે વિવાદ થતા તે નોકરી છોડી ભારત પરત ફર્યો હતો. ત્યારબાદ આશિષની જગ્યાએ વિક્રમ પ્રતાપ સિંહ નોકરી લાગ્યો હતો. ધીમે ધીમે જય દલાલે સમજાવી વિક્રમ પ્રતાપ સિંહને સમજાવી આશિષની હત્યા કરવાની સોપારી આપી હતી. આ સાથે જય દલાલે વિક્રમની પત્નીના બેંક ખાતામાં રૂપિયા 2.72 લાખ મોકલ્યા હતા. જેમાંથી વિક્રમે છત્તીસગઢના કુખ્યાત ગુરજીત સિંહને રૂપિયા 50 હજારમાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બે મહિનામાં 8 વખત વડોદરા આવી રેકી કરી વધુમાં આઇજી સંદીપસિંહે જણાવ્યું હતું કે, આરોપીઓ છેલ્લા બે મહિનામાં 7થી 8 વખત વડોદરા આવ્યા હતા અને ફરિયાદીની રેકી કરી હતી. તેઓ બે હોટલમાં પણ રોકાયા હતા. બીજી વખત જ્યારે રેકી કરવા આવ્યા ત્યારે ઝારખંડથી બાઈકની ચોરી કરી હતી અને ચાર દિવસનું ટ્રાવેલ કરી વડોદરા પહોંચ્યા હતા. બાઈકના નંબર પણ ખોટા હતા. આ અગાઉ ટ્રેનથી તેઓ વડોદરા આવતા-જતા હતા. 19 જૂનના રોજ રેલવે સ્ટેશન પર બાઈક મૂકી ટ્રેન મારફતે છત્તીસગઢ પરત ફર્યા હતા. 25 જૂને ટ્રેનમાં વડોદરા આવ્યા હતા અને રેલવે સ્ટેશનમાંથી બાઈક લઈ પૂજા મોલમાં 'જિંદગી વન્સ મોર' નામનું મૂવી જોયું હતું. 26 જૂને ગુનાને અંજામ આપતા પહેલાં બંસલ મોલમાં 'ધુરંધર' મૂવી જોયું હતું. ત્યારબાદ ગુનાને અંજામ આપી તેઓ ટ્રેનમાં છત્તીસગઢ ભાગી ગયા હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ કુખ્યાત ગુરજીત સિંહ વિરૂદ્ધ છત્તીસગઢ અને ઝારખંડમાં અંદાજે 19 ગુના નોંધાયેલા છે. તેના પર લૂંટ, રાયોટિંગ, મારપીટ અને ચોરી જેવા ગંભીર આરોપો છે. આ સમાચાર પણ વાંચો કાર ઓવરટેક કરી બાઈક પર પાછળ બેસેલા શખસે હાથના બાવડામાં ગોળી મારી ગત 26 જૂનના વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની બની હતી. મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે, ફાયરિંગ કરી બાઈક પર આવેલા શખસો ફરાર થઈ ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ સ્નેચિંગ કેસમાં ચુકાદો:પુણામાં બાઈક સવારોએ વકીલને નિશાન બનાવ્યા હતા, સુરત કોર્ટે બે આરોપીઓને 10 વર્ષની સખત કેદ ફટકારી
    Next Article
    મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, કરોડોના નુકસાનની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment