Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, 1.59 લાખ ગુણીનો જથ્થો સળગ્યો, કરોડોના નુકસાનની આશંકા

    1 day ago

    મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના જથ્થાને રાખવા માટેના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. બપોરે 3 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આ આગમાં અંદાજે 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો સળગી ઉઠ્યો હતો. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં કરોડોની મગફળી બળીને ખાખ થઈ હોવાની શક્યતા છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી આ અંગે મળતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા સીરામીક કારખાનાની અંદર નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલી મગફળીનો જથ્થો રાખવા માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આ ગોડાઉનની અંદર 1.59 લાખ ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં બપોરના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. બપોરે 3 વાગ્યે લાગેલી આગ સાંજના સાડા આઠ વાગ્યા સુધી પણ કાબૂમાં આવી ન હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. 9 ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર છે. જેમાં મોરબીના ચાર, રાજકોટના ચાર અને વાંકાનેરની એક આમ કુલ નવ ફાયર વિભાગની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મોરબી મનપાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફાયર કંટ્રોલ રૂમમાં બપોરે 3:00 વાગ્યાની આસપાસ રફાળેશ્વર રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીના મગફળીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ગોડાઉન ચારેય તરફથી બંધ હોવાને કારણે તેમજ ઉપર શેડ હોવાથી અને અંદર મગફળીનો મોટો જથ્થો હોવાને લીધે આગ બુઝાવવામાં ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી ગોડાઉનમા રાખેલી હતી મોરબીના નાફેડ વેરહાઉસ મેનેજર એચ. જી. રાઠોડે જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી રાખવામાં આવી હતી. અહીં કોડીનાર, તાલાલા, ઉના, રાજકોટ સહિત જુદી જુદી 10 મંડળીઓ તરફથી મગફળી ભરીને ગાડીઓ આવતી હતી અને આ ગોડાઉનમાં અંદાજે 1,59,000 જેટલી મગફળીની બોરીઓ સંગ્રહિત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું કે, ઘટના સમયે હું લિગ્નાઈટ લેવાના ગોડાઉન ખાતે વિતરણની કામગીરીમાં વ્યસ્ત હતો, ત્યારે બપોરે ગોડાઉનના માલિકનો ફોન આવ્યો હતો કે ગોડાઉનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ફોન આવતાની સાથે જ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 10 દિવસથી ગોડાઉન બંધ છતાં આગ કઈ રીતે લાગી? ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન મેનેજર એચ.જી. રાઠોડ પાસેથી મળતી માહિતી મુજબ જે ગોડાઉનની અંદર હાલમાં આગ લાગી છે ત્યાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીની ગુણી રાખવામાં આવી છે. છેલ્લા 8થી 10 દિવસથી ગોડાઉન ખોલવામાં આવ્યુ નથી. જોકે, ગોડાઉનની અંદર રાખવામાં આવેલો મગફળીના જથ્થામાં કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. વધુમાં ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાઉન સંપૂર્ણ સીલ હતું અને લોકોની અવરજવર પણ ત્યાં ન હતી તો આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે હાલમાં કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નાફેડ દ્વારા મગફળીના જથ્થાની ખરીદી કરવામાં આવતી હોય છે અને તેને ગોડાઉનમાં રાખવામાં આવે છે. જેમાં આગ લાગે, મગફળીની ચોરી થાય કે પછી મગફળીના જથ્થામાંથી માટી ભરેલા કોથળા નીકળે આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે. સાણંદ-વિરમગામ હાઈવે પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ આજથી ત્રણ મહિના પહેલા સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ નજીક આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કિલોસ્કર બ્રધર્સ કંપનીની પાસે આવેલા આ ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધૂમાડાના આકાશચૂંબી ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની મહામહેનતે આગ કાબૂમાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ધુરંધર જોઈ વડોદરાના ગારમેન્ટ વેપારી પર ફાયરિંગ કર્યું:ફિજીથી હત્યાની સોપારી અપાઈ, 1200 KM બાઈક ચલાવી પહોંચ્યા'તા; બે મહિનામાં 8 વખત રેકી, બેની છત્તીસગઢથી ધરપકડ
    Next Article
    Bihar Opens Applications For 3,687 Assistant Professor Posts, Check Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment