Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પવિત્ર દામોદર કુંડ રવિવારે સફાઈ અર્થે ખાલી કરાશે:ભાદરવી અમાસ પહેલાં દામોદર કુંડમાં હાથ ધરાશે સઘન સફાઈ અભિયાન, પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે ભાવિકોને સહકાર આપવા કરી અપીલ​

    6 hours ago

    ​જૂનાગઢ સ્થિત પવિત્ર દામોદર કુંડ તીર્થક્ષેત્રમાં આગામી રવિવાર, 6 સપ્ટેમ્બરના રોજ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. પવિત્ર ભાદરવી અમાસના તહેવાર પૂર્વે કુંડને સંપૂર્ણપણે ખાલી કરીને તેની યોગ્ય સફાઈ કરવામાં આવશે. દૂર-દૂરથી દર્શનાર્થે આવતા અને સ્નાન અર્થે પધારતા ભાવિક ભક્તોની સુવિધા, સ્વાસ્થ્ય અને કુંડ પરિસરની સસ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી દામોદર કુંડ તીર્થક્ષેત્ર સમિતિ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે સત્તાવાર નિવેદન આપીને સમગ્ર બાબતની વિગતવાર જાહેરાત કરી છે. ​દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે ભાવિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ રવિવારે એટલે કે તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ ભાદરવી અમાસ પહેલાંનો રવિવાર આવતો હોવાથી કુંડ ખાલી કરીને તેની સફાઈ હાથ ધરવામાં આવશે. તેમણે ખુલાસો કરતા ઉમેર્યું હતું કે ચાલુ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં ગિરનારી મહારાજની દયા થોડી ઓછી રહેતા વરસાદ સરખામણીમાં ઓછો પડ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કુંડમાં નદીના પૂર આવતા હોવાથી કુંડની કુદરતી રીતે જ આપોઆપ સફાઈ થઈ જતી હોય છે અને અલગથી સફાઈ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ આ વખતે પૂર ન આવવાને કારણે અને વરસાદ ઓછો હોવાથી કુંડમાં સફાઈ કાર્ય કરવું અત્યંત જરૂરી બની ગયું છે. ​આ કુંડમાં દરરોજ અસંખ્ય ભાવિકો શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવા અને પિતૃ તર્પણ માટે આવતા હોય છે. તેમની સુવિધા અને આરોગ્યની સાથે સાથે કુંડની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી એ પ્રાથમિકતા છે. એટલા માટે જ રવિવારે કુંડનું પાણી ખાલી કરી તળિયા સુધીની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. બહારગામથી કે દૂર-દૂરથી આવતા યાત્રાળુઓ અહીં પહોંચીને કુંડ બંધ જોઈને નિરાશ ન થાય અથવા તેમની શ્રદ્ધા અને લાગણી ન દુભાય તે માટે તંત્ર દ્વારા અગાઉથી આ જાહેરાત કરવામાં આવી છે. તમામ શ્રદ્ધાળુઓએ આ પરિસ્થિતિને સમજીને વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'સ્વરા ભાસ્કર શૂર્પણખા છે,વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યા':'પદ્માવત'ના જૌહર સીનના નિવેદનથી રાજકોટની ધર્મસભામાં ભક્તિસ્વામી લાલઘૂમ, VHPએ કહ્યું-કલંક અને કીડા સમાન
    Next Article
    ભગવતી સ્કૂલમાં કૃષ્ણ ગોકુલમ અને શિક્ષક દિન ઉત્સાહભેર ઉજવાયા:નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિના રંગો જોવા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment