Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્વરા ભાસ્કર શૂર્પણખા છે,વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યા':'પદ્માવત'ના જૌહર સીનના નિવેદનથી રાજકોટની ધર્મસભામાં ભક્તિસ્વામી લાલઘૂમ, VHPએ કહ્યું-કલંક અને કીડા સમાન

    8 hours ago

    રાજકોટમાં આજે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા અને ધર્મસભા યોજાઈ હતી. જે ધર્મસભામાં ભક્તિ સ્વામીએ 'પદ્માવત' ફિલ્મના જૌહર સીન પર દીલ્હીમાં નિવેદન આપનાર એકટ્રેસ સ્વરા ભાસ્કરને 'શૂર્પણખા' ગણાવી તેના શબ્દોને વખોડ્યા છે. જ્યારે વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય મંત્રી શંકરભાઉએ કહ્યું હતું કે, ભારતની નારીઓનું સન્માન ન જાળવનારી આ સ્ત્રી એક કલંક અને કીડા સમાન છે. આ વિવાદ 31 ઓગસ્ટે દિલ્હીના ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 'વુમન, લાઇફ, ફ્રીડમ' ટૉક દરમિયાન શરૂ થયો હતો. આ ઈવેન્ટમાં સ્વરાએ ફિલ્મના જૌહર સીનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આનાથી રેપ સર્વાઇવર્સ સુધી ખોટો સંદેશ જઈ શકે છે. સ્વરા ભાસ્કરનું સંપૂર્ણ નિવેદન અને શું છે જૌહર સીન વાંચવા ક્લિક કરો. 'આ નિવેદન ક્ષત્રિયાણીના બલિદાનનું અપમાન' ખીરસરા સ્વામિનારાયણ મંદિરના સ્વામી અને વિહિપ જન્માષ્ટમી મહોત્સવ સમિતિનાં ધર્માંધ્યક્ષ ભક્તિસ્વામીએ જણાવ્યું હતું કે, આ જગતમાં વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યા છે. દેશની નારી શક્તિને સલામ પણ, આ દેશમાં 'શૂર્પણખા' પણ થઈ અને માતા સીતાજી પણ થયા છે. ક્ષત્રિયાણીઓએ પોતાનું શોર્ય બચાવવા પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું તેના વિશે આવું નિવેદન કરવું એ તેમના બલિદાનનું અપમાન છે. 'ફિલ્મો ન મળતા, પબ્લિસિટી માટે આવા નિવેદન આપે છે' શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય મંત્રી શંકરભાઉએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સ્વરા ભાસ્કરને હવે ફિલ્મોમાં કામ મળતું નથી, તેથી તે માત્ર પબ્લિસિટી મેળવવા આવા વિવાદિત નિવેદનો આપે છે. દેશના અસ્તિત્વ અને માતાઓ પર ટીકાઓ કરવી તે અત્યંત શરમજનક બાબત છે. માં પદ્મિની ઉપર ટીપ્પણી કરીને ભારતીય સ્ત્રીઓનું અપમાન કરવા બદલ તે પોતે જ કલંકિત થઈ છે. સ્વરા ભાસ્કર હવે સંપૂર્ણપણે આઉટડેટેડ થઈ ગઈ હોવાથી તેના આવા નિવેદનોને સમાજે બિલકુલ મહત્વ જ ન આપવું જોઈએ. 'ઈતિહાસને યાદ કરી યુવાનોએ સમાજને જાગૃત કરવા જોઈએ' વધુમાં શંકરભાઉએ જણાવ્યું હતું કે, આતંકવાદી માનસિકતા ગુજરાતમાં ગઝનીના સમયથી શરૂ થઈ હતી, જેણે સોમનાથનો નાશ કર્યો હતો. દેશના ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં થયેલા બલિદાનોનો ઉલ્લેખ કરી હિન્દુ સમાજની એકતા અને જાગૃતિ પર ભાર મૂક્યો હતો. જ્યારે પણ મનમાં ભય કે નિરાશા આવે ત્યારે આ ઈતિહાસને યાદ કરી યુવાનોએ પોતાના પુરુષાર્થ અને સમર્પણ દ્વારા સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સતત 41મી વખત શોભાયાત્રા નીકળી આજે સવારે 8 વાગ્યે શહેરના મવડી ચોકડી ખાતેથી ધર્મસભા બાદ સતત 41મી વખત શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા મવડી ચોકડીથી શરૂ થઈને પેડક રોડ સુધીના કુલ 22 કિલોમીટરના લાંબા માર્ગ પરથી પસાર થશે. આ વર્ષે યાત્રાનું સૂત્ર 'સુદર્શન ચક્રધારીનો સંદેશો, નશા મુક્ત રહે સમગ્ર દેશ' એવા નશામુક્તિના ખાસ સંદેશ સાથે યાત્રા યોજાઈ હતી. રાસ-ગરબાની રમઝટ, 100 ફ્લોટ્સ સામેલ આ શોભાયાત્રાના મુખ્ય રથથી લઈને છેલ્લા ફ્લોટ સુધી આશરે 500 મીટરની લંબાઈ હતી. જેમાં આકર્ષક 100 ફ્લોટ્સ જોડવામાં આવ્યા છે. યાત્રા નાનામવા ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ, હનુમાન મઢી, કનૈયા ચોક, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, સદર થઈ પંચનાથ મંદિર, લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવિયા ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ મક્કમ ચોક, નાગરિક બેંક, ભક્તિનગર સર્કલ થઈ સોરઠીયાવાડી ચોક, કેવડાવાડી, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન, ચુનારાવાડ, ભાવનગર રોડ, સંતકબીર રોડ, ગોવિંદબાગ મેઈન રોડ અને પેડક રોડ બાલક હનુમાન મંદિર પાસે પૂરી થશે. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો, રાધા-કૃષ્ણના અદ્રશ્ય ઝૂલા, સાક્ષાત દ્વારકાધીશના દર્શન, પ્રખ્યાત રાસ-ગરબાની રમઝટ અને સંગીતના સુરો મુખ્ય આકર્ષણ બન્યા હતા. બજરંગ દળનું સુરક્ષાચક્ર અને પોલીસનો બંદોબસ્ત શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 18થી વધુ વિવિધ વિસ્તારોમાં શણગાર કરવામાં આવ્યો છે. યાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે બજરંગદળ દ્વારા સ્વૈચ્છિક સુરક્ષા ચક્ર પણ ઊભું કરાયું છે. આ શોભાયાત્રા 7 કલાક બાદ બપોરે 3:30 વાગ્યે પેડક રોડ પર પૂર્ણ થશે. 'શોભાયાત્રાનો મુખ્ય હેતુ સમાજ વ્યસનમુક્ત બને' વિશ્વહિંદુ પરિષદના અધ્યક્ષ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા પૈકીની એક છે. તો શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ સમાજ વ્યસનમુક્ત બને, યુવાનો આધ્યાત્મિક બને અને રાષ્ટ્રવાદ તરફ ગતિમાન થાય તે માટેનો છે.
    Click here to Read More
    Previous Article
    'તું મારી ગર્લફ્રેન્ડ બની જા હું બધી જરૂરિયાત પૂરી કરીશ':અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ પર પરિણીત માજીદખાનનું દુષ્કર્મ, ₹17 લાખ પડાવ્યા; ધર્મ પરિવર્તન કરવા દબાણ
    Next Article
    પવિત્ર દામોદર કુંડ રવિવારે સફાઈ અર્થે ખાલી કરાશે:ભાદરવી અમાસ પહેલાં દામોદર કુંડમાં હાથ ધરાશે સઘન સફાઈ અભિયાન, પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે ભાવિકોને સહકાર આપવા કરી અપીલ​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment