Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવતી સ્કૂલમાં કૃષ્ણ ગોકુલમ અને શિક્ષક દિન ઉત્સાહભેર ઉજવાયા:નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિના રંગો જોવા મળ્યા

    7 hours ago

    નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં કૃષ્ણ ગોકુલમ અને શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના રંગો સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ ગોકુલમની ઝાંખી, પરંપરાગત મટકી ફોડ અને વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા. તેમની કલાત્મક રજૂઆતો દ્વારા શ્રીકૃષ્ણના ગોકુલજીવન અને ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. શિક્ષક દિન નિમિત્તે ગુરુ-શિષ્ય પરંપરા દર્શાવતું એક સુંદર નૃત્યનાટ્ય રજૂ થયું હતું. આ રજૂઆતથી ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને શિક્ષકના જીવનમાં તેમના યોગદાનનો સંદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકો પ્રત્યેનું સન્માન વિદ્યાર્થીઓની રજૂઆતોમાં સ્પષ્ટ દેખાતું હતું. આ ઉજવણીમાં દરેક શિક્ષકને એક વૃક્ષ આપીને 'ગુરુનું સન્માન અને પ્રકૃતિનું સંરક્ષણ'નો અનોખો સંદેશ અપાયો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને પર્યાવરણ-મિત્ર ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતાનો સંદેશ ફેલાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ. અનુપમા રાવત જિલોવા હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમની શોભા વધારી હતી. ડૉ. જિલોવાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં જ્ઞાનની સાથે મૂલ્યો, નૈતિકતા, સંવેદનશીલતા અને મજબૂત ચારિત્ર્યનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. આ પ્રસંગે ડૉ. જય ધ્રુવે શિક્ષક દિન અને જન્માષ્ટમી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર ટીમ માટે પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. તેમણે શિક્ષકોને રાષ્ટ્રના ભવિષ્યના ઘડવૈયા ગણાવી, વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જ્ઞાન, સંવેદના અને જવાબદારી સિંચન કરવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે કૃષ્ણની વાંસળીથી જીવનનું સંગીત શીખીએ અને ગુરુના આશીર્વાદથી જીવનને દિશા આપીએ. કૃષ્ણની વાંસળીથી સંસ્કૃતિનો સંદેશ, ગુરુના આશીર્વાદથી જ્ઞાનનો પ્રકાશ અને એક વૃક્ષથી ભવિષ્યની હરિયાળી મળે છે. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની આ ઉજવણી પરંપરા, શિક્ષણ અને પર્યાવરણનો સુંદર સંગમ બની રહી. શાળાના આચાર્ય ડૉ. ચિરાગ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પવિત્ર દામોદર કુંડ રવિવારે સફાઈ અર્થે ખાલી કરાશે:ભાદરવી અમાસ પહેલાં દામોદર કુંડમાં હાથ ધરાશે સઘન સફાઈ અભિયાન, પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે ભાવિકોને સહકાર આપવા કરી અપીલ​
    Next Article
    ગોધરામાં BM ગ્રુપ દ્વારા ગણપતિ આગમન યાત્રા યોજાઈ:ગણેશ ચતુર્થી પહેલા શહેરમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment