Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેલેડીયમ મોલમાં કર્મચારીએ જ સોનાની ચોરી કરી:સરદારનગરમાં પૂર્વ પ્રેમીએ વોટ્સએપ સ્ટેટસમાં ગાળો મૂકીને બદનામ કરતાં ફરિયાદ

    6 hours ago

    અમદાવાદ શહેરમાં ગુનાખોરીના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. સરદારનગર વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ વોટ્સએપ સ્ટેટસમાં અશ્લીલ ગાળો લખી યુવતી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી ઘટનામાં થલતેજ સ્થિત પેલેડિયમ મોલના 'ઓરા ફાઈન જ્વેલરી આર્ટ' શોરૂમના સેલ્સ એક્ઝિક્યુટિવે જ બેગ રહી ગયાનું બહાનું બતાવી રૂ. 5.90 લાખના સોનાના દાગીનાની ચોરી આચરી હતી. પોલીસે બંને મામલે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. સરદારનગરમાં પૂર્વ પ્રેમીએ વોટ્સએપ સ્ટેટસમાં બદનામી કરી ધમકી આપી સરદારનગરમાં 65 વર્ષીય પિતા સાથે રહેતી 31 વર્ષીય યુવતીના અગાઉ કુબેરનગરમાં રહેતા નિતેશ ખત્રી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. છેલ્લા બે મહિનાથી નિતેશ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં અશ્લીલ ગાળો મૂકીને યુવતીને બદનામ કરતો હતો અને 'તારે જેટલી ફરિયાદ કરવી હોય તેટલી કરી લે, હું તમારું જીવવું હરામ કરી દઈશ' તેવી ધમકીઓ આપતો હતો. ઝનુની સ્વભાવના યુવકના ત્રાસ અને સમાજમાં થતી બદનામીથી કંટાળીને યુવતીના પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પેલેડિયમ મોલમાં જ્વેલરી શોરૂમના કર્મચારીએ ₹5.90 લાખની ચોરી કરી થલતેજમાં આવેલા પેલેડિયમ મોલના 'ઓરા ફાઈન જ્વેલરી આર્ટ' શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા દર્શન સોનીએ ગત 17 ઓગસ્ટે રાત્રે શોરૂમ બંધ થયા બાદ પોતાનું બેગ રહી ગયું હોવાનું બહાનું કાઢ્યું હતું. સ્ટોર મેનેજર પાસેથી ચાવી મેળવી અંદર ગયા બાદ તેણે સોનાની ચેન, બંગડીઓ અને મંગળસૂત્ર મળી કુલ રૂ. 5.90 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં વસ્ત્રાપુર પોલીસે દર્શન સોની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'સ્વરા ભાસ્કર શૂર્પણખા છે,વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યા':'પદ્માવત'ના જૌહર સીન પર એક્ટ્રેસના નિવેદનથી રાજકોટની ધર્મસભામાં ભક્તિસ્વામી લાલઘૂમ, VHPના શંકરભાઉએ કહ્યું-એક કલંક અને કીડા સમાન
    Next Article
    AI સ્કેનિંગથી સોલંકીકાલીન મંદિરને મળ્યું મૂળ સ્વરૂપ:માધવપુરના 12મી સદીના માધવરાયજી મંદિરનું વૈજ્ઞાનિક સંરક્ષણ પૂર્ણ, દરેક પથ્થરનું નંબરિંગ કરી પુનઃગોઠવણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment