Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI સ્કેનિંગથી સોલંકીકાલીન મંદિરને મળ્યું મૂળ સ્વરૂપ:માધવપુરના 12મી સદીના માધવરાયજી મંદિરનું વૈજ્ઞાનિક સંરક્ષણ પૂર્ણ, દરેક પથ્થરનું નંબરિંગ કરી પુનઃગોઠવણ

    6 hours ago

    ગુજરાતના ઐતિહાસિક વારસાને સાચવવા રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલું મહત્વનું કામ પૂર્ણ થયું છે. માધવપુર સ્થિત 12મી સદીના સોલંકીકાલીન માધવરાયજી મંદિરનું વૈજ્ઞાનિક સંરક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મંદિરના સંરક્ષણમાં આધુનિક ટેક્નોલોજી સાથે પરંપરાગત મંદિર સ્થાપત્યની કારીગરીનો સમન્વય કરવામાં આવ્યો છે. મંદિરના સંરક્ષણ માટે 3D LiDAR સ્કેનિંગ, ફોટોગ્રામેટ્રી અને AI આધારિત ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના દરેક પથ્થર અને સ્થાપત્યના ભાગનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન તૈયાર કરી માપણી કરવામાં આવી હતી. દરેક પથ્થરને ચોક્કસ નંબર આપી તેના આધારે ફરીથી યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે. જેથી મંદિરની મૂળ સોલંકીકાલીન સ્થાપત્ય શૈલીમાં કોઈ ફેરફાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વર્ષો પહેલાં ઊંધા-ચત્તા થયેલા પથ્થરો ફરી યોગ્ય ક્રમમાં ગોઠવાયા સમય જતાં મંદિરના કેટલાક ભાગો વિખેરાઈ જતાં સ્થાપત્યના નીચેના ભાગો ઉપર અને ઉપરના ભાગો નીચે આવી ગયા હતા. સંરક્ષણ દરમિયાન ઐતિહાસિક સંદર્ભો અને સોલંકીકાલીન સ્થાપત્યના નિયમોનો અભ્યાસ કરી પથ્થરોને ફરી તેમના મૂળ ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. આ કામગીરી માટે કાંતિલાલ સોમપુરા અને એમ.એ. ઢાકી જેવા સ્થાપત્ય નિષ્ણાતોના પુસ્તકો અને સંદર્ભોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ડિજિટલ ડ્રોઇંગના આધારે સ્થાનિક કારીગરોએ પણ પથ્થરોની ઓળખ, માપણી અને પુનઃગોઠવણની કામગીરી કરી હતી. જૂના પથ્થરોનું Porosity Test કરી મજબૂત પથ્થરો બચાવાયા મંદિરના જૂના પથ્થરોનો પુનઃઉપયોગ થઈ શકે કે નહીં તે નક્કી કરવા Porosity Test કરવામાં આવ્યો હતો. મજબૂત અને ઉપયોગમાં લઈ શકાય તેવા પથ્થરોને કન્સોલિડેટ કરીને ફરી ઉપયોગમાં લેવાયા છે. જ્યારે વધુ ક્ષતિગ્રસ્ત પથ્થરોની જગ્યાએ મૂળ પથ્થર જેવી ગુણવત્તા અને પોરોસિટી ધરાવતા નવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિમેન્ટનું જૂનું કામ દૂર કરી સ્ટેનલેસ સ્ટીલ ક્લેમ્પ્સનો ઉપયોગ મંદિર પર અગાઉ કરવામાં આવેલું સિમેન્ટનું કામ પણ દૂર કરવામાં આવ્યું છે. સંરક્ષણ દરમિયાન મંદિરમાં પથ્થરોને જોડવા માટે પ્રાચીન સમયમાં લાકડાના ક્લેમ્પ્સનો ઉપયોગ થતો હોવાના પુરાવા મળ્યા હતા. જ્યાં લાકડાના ક્લેમ્પ્સનો ઉપયોગ શક્ય ન હતો ત્યાં સિમેન્ટને બદલે સ્ટેનલેસ સ્ટીલ ક્લેમ્પ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2022ના અંતે શરૂ થયું, 18થી 20 મહિનામાં સાઇટનું કામ પૂર્ણ પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક પંકજ શર્માના જણાવ્યા મુજબ, માધવપુર મંદિરના સંરક્ષણ પ્રોજેક્ટની શરૂઆત 2022ના અંતમાં કરવામાં આવી હતી. સરકારી પ્રક્રિયા, ટેન્ડર અને કોન્ટ્રાક્ટર ઓન-બોર્ડ કરવાની પ્રક્રિયા સહિત સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ત્રણ વર્ષનો સમય લાગ્યો. જોકે સાઇટ પર વાસ્તવિક કામગીરી શરૂ થયા બાદ 18થી 20 મહિનામાં મંદિરના સંરક્ષણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કૃષ્ણ-રુક્મિણી વિવાહ સાથે જોડાયેલી આસ્થા હોવાથી પ્રાથમિકતા અપાઈ પંકજ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પુરાતત્વ વિભાગના 362 સ્મારકોના સંરક્ષણ માટે કામગીરી ચાલી રહી છે. માધવપુરના મંદિરને પ્રાથમિકતા આપવાનું કારણ અહીં દર વર્ષે યોજાતો કૃષ્ણ-રુક્મિણી વિવાહ ઉત્સવ પણ છે. લોકોની આસ્થા અને પરંપરા આ મંદિર સાથે ઊંડી રીતે જોડાયેલી હોવાથી મંદિરને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષિત કરવામાં આવ્યું છે. લોકમાન્યતા મુજબ માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીનું વિવાહ થયું હતું. આ ધાર્મિક પરંપરાના ભાગરૂપે દર વર્ષે અહીં ભવ્ય ઉત્સવ યોજાય છે. હવે મંદિરનું સંરક્ષણ પૂર્ણ થતાં તેની ઐતિહાસિક ઓળખ અને મૂળ સ્થાપત્યને જાળવી આગામી પેઢી સુધી પહોંચાડવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે. મંદિર પ્રમાણે પદ્ધતિ અલગ: પુરાતત્વ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક સ્મારકની સ્થિતિ પ્રમાણે સંરક્ષણની પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. માધવપુર મંદિરને સંપૂર્ણ ડિસ્મેન્ટલ કરીને મૂળ સ્વરૂપે પુનઃગોઠવવાની જરૂરિયાત હતી. જ્યારે અન્ય સ્થળોએ જરૂરિયાત પ્રમાણે કેમિકલ ક્લીનિંગ, આંશિક ડિસ્મેન્ટલિંગ અથવા અન્ય સંરક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આમ, AI અને 3D ટેક્નોલોજીથી થયેલા ડોક્યુમેન્ટેશનથી લઈને સોમપુરા પરંપરાની કારીગરી સુધી, માધવપુરના ઐતિહાસિક મંદિરનું સંરક્ષણ પૂર્ણ થયું છે.
    Click here to Read More
    Previous Article
    પેલેડીયમ મોલમાં કર્મચારીએ જ સોનાની ચોરી કરી:સરદારનગરમાં પૂર્વ પ્રેમીએ વોટ્સએપ સ્ટેટસમાં ગાળો મૂકીને બદનામ કરતાં ફરિયાદ
    Next Article
    बिजनौर में बाइक चलाने वाले हो जाएं सावधान, कभी भी पड़ सकती है पुलिस की नजर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment