Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાટકેશ યુવક મંડળે બનાવેલા ફ્લોટનું ઉદ્ધાટન:"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદ સાથે આજે મટકી ફોડ ઉત્સવ ઉજવાશે

    9 hours ago

    દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ યુવક મંડળ દ્વારા ગંધ્રપ વાડા ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે જનમાષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીને લઈને મંદિરના પટાંગણમાં બનાવેલા ફ્લોટનું ઉદ્ધાટન કરીને શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાટકેશ યુવક મંડળ દ્વારા તૈયાર કરાયેલા ફ્લોટમાં શ્રીકૃષ્ણ લીલા દર્શાવતા પ્લોટમાં કુબેરના બે પુત્રોનો ઉદ્ધાર વિષય પ્રસંગ પર યમલાર્જુન ઉદ્ધાર અંતર્ગત જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે શ્રાવણ માસ પણ હોવાથી મહાદેવની 20 ફૂટ લાંબી ચિરોડીની રંગોળી પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ સેલ્ફી પોઈન્ટ, શ્રીનાથજી બાવાનો શણગાર અને લાઈટિંગ સહીતની ચીજોનો સમાવેશ કરાયો છે. આવતીકાલે આઠમના હાટકેશ યુવક મંડળ દ્વારા રાત્રીના મટકી ફોડ કાર્યક્રમ તેમજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે સમગ્ર પટાંગણ કૃષ્ણના જન્મને વધાવવામાં આવશે. શહેરની જનતાને આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ફ્લોટ નિહાળવા માટે મંડળના ઉમેદસિંહ સોલંકી અને તેમની ટીમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાકીદારોને નોટિસ આપી કડક કાર્યવાહી કરવા સૂચના:દિયોદર ગ્રા.પં.નો રૂ.4 કરોડથી વધુ વેરો બાકી, 5 દિવસમાં રૂ.7 લાખની વસુલાત
    Next Article
    ઋતુમાં સીઝનલ ફ્લૂ અને મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો:સિવિલમાં ડેન્ગ્યુના 5 કેસ, ઓપીડી 200ને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment