Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઋતુમાં સીઝનલ ફ્લૂ અને મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો:સિવિલમાં ડેન્ગ્યુના 5 કેસ, ઓપીડી 200ને પાર

    10 hours ago

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુને પગલે શરદી, ઉધરસ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મેડિસિન વિભાગની ઓપીડીમાં રોજિંદા 200થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જુલાઈ મહિનાની સરખામણીએ ઓગસ્ટમાં ઝાડા-ઊલટીના 141, શરદી-તાવના 83, ડેન્ગ્યુના 5, મલેરિયાના 3 અને ટાઈફોઈડના 3 કેસ સામે આવ્યા છે. હાલમાં ફેલાઈ રહેલા વાયરલ ફ્લૂમાં તાવ, શિરદર્દ, શરીરમાં કળતર અને થાક જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સુવિધા માટે કેસબારી વધારવામાં આવી છે તેમજ લેબોરેટરી સેમ્પલિંગ ઓપીડીમાંથી જ થાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. દાખલ દર્દીઓ માટે પૂરતા ઓક્સિજન સપોર્ટ સાથેના બેડ, દવાઓ અને ટેસ્ટિંગ કિટનો જથ્થો ઉપલબ્ધ છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો, વૃદ્ધો અને ડાયાબિટીસ કે હૃદયરોગ જેવા ક્રોનિક દર્દીઓને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવાની અને પૌષ્ટિક આહાર, વ્યાયામ તેમજ પૂરતો આરામ લેવાની સલાહ સિવિલ અધિક્ષક દ્વારા આપવામાં આવી છે. ડેન્ગ્યુથી બચવા એટલું કરો શહેરીજનોએ ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહેવા દેવું, કૂલર, ટાંકી અને કુંડાં નિયમિત સાફ કરવા, મચ્છરના કરડવાથી બચવા માટે શરીર પૂરૂં ઢંકાય તેવા કપડાં પહેરવા અને મચ્છરદાની કે રિપેલન્ટનો ઉપયોગ કરવો અને તાવ, સ્નાયુઓમાં દુખાવો કે શરીરમાં નબળાઈ જણાતા સ્વ-સારવાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી. > ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સિવિલ અધિક્ષક
    Click here to Read More
    Previous Article
    હાટકેશ યુવક મંડળે બનાવેલા ફ્લોટનું ઉદ્ધાટન:"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદ સાથે આજે મટકી ફોડ ઉત્સવ ઉજવાશે
    Next Article
    જૂનાગઢમાં આજે જન્માષ્ટમીની શોભાયાત્રા:શ્રીરામ મંદિરથી નહી, દેવવાડીથી નિકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment