Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકીદારોને નોટિસ આપી કડક કાર્યવાહી કરવા સૂચના:દિયોદર ગ્રા.પં.નો રૂ.4 કરોડથી વધુ વેરો બાકી, 5 દિવસમાં રૂ.7 લાખની વસુલાત

    9 hours ago

    દિયોદર તાલુકાની ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી બાકી રહેલા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના વેરાની વસુલાત માટે તાલુકા પંચાયત તંત્ર દ્વારા કડક અમલીકરણ શરૂ કર્યું છે. ખાસ કરીને દિયોદર ગ્રામ પંચાયતનો અંદાજે રૂ.4 કરોડથી વધુનો વેરો બાકી હોવા છતાં વસુલાતની કામગીરી અપેક્ષા મુજબ ન થતાં તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરી છે. ગત અઠવાડિયે વેરા વસુલાત માટે 15 ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરી હતી. તલાટી કમ મંત્રીઓ દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકત ધારકોનો સંપર્ક કરી વેરો ભરવા અપીલ કરી હતી. જોકે, પાંચ દિવસની ઝુંબેશ દરમિયાન માત્ર રૂ.7 લાખ જેટલો જ વેરો વસૂલાયો હતો. આ કામગીરી અંગે ગુરુવારે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકાના તલાટી કમ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બાકીદારોની નોટિસ પ્રસિદ્ધ કરવા, સોશિયલ મીડિયા મારફતે જાણ કરવા અને બાકી વેરાની સો ટકા વસુલાત માટે કડક પગલાં ભરવા સૂચના અપાઈ હતી. ટૂંક સમયમાં વેરો નહીં ભરનાર સામે કાર્યવાહી કરવાની પણ તાકીદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળો શરૂ, ચકડોળની પરવાનગી મળતા અંતે આકાશી રાઇડ્સ ધમધમી
    Next Article
    હાટકેશ યુવક મંડળે બનાવેલા ફ્લોટનું ઉદ્ધાટન:"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદ સાથે આજે મટકી ફોડ ઉત્સવ ઉજવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment