Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળો શરૂ, ચકડોળની પરવાનગી મળતા અંતે આકાશી રાઇડ્સ ધમધમી

    9 hours ago

    પોરબંદરમાં શ્રીકૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. સાંજે મહાનુભાવોના હસ્તે લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેળામાં આવતા લોકો માટે વિવિધ રાઇડ્સ, મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ચકડોળ ધારકોએ જરૂરી તમામ પરવાનગીઓ મેળવી લેતા ચકડોળ સહિતની રાઇડ્સ પણ શરૂ કરવામાં આવી છે. મેળાના મુખ્ય આકર્ષણરૂપ જર્મન ડોમ સાથે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેજ પર સોફામાં આશરે 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા માટે દર્શકો માટે આશરે 1500 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. લોકમેળામાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મોબાઈલ નેટવર્કની સમસ્યા ઊભી થવાની શક્યતા હોવાથી મનપાના કર્મચારીઓ વચ્ચે ઝડપી સંકલન થઈ શકે તે માટે 30થી વધુ વોકિટોકી ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત મેળામાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા સ્ટેજની પાછળ ખાસ CCTV મોનિટરિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં મેળા પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આમ, મનોરંજનની સાથે સુરક્ષા અને વ્યવસ્થાને પણ પ્રાધાન્ય આપી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાણીપીણીના સ્ટોલધારકોને ફૂડ સેફ્ટીની સૂચના મેળામાં ખાણીપીણીના સ્ટોલધારકોને મનપાના ફૂડ વિભાગ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા ખાસ સૂચના આપવામાં આવી હતી. ખાદ્યચીજો ઢાંકીને રાખવા, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા તેમજ વાસી કે બગડેલી ખાદ્યચીજોનું વેચાણ ન કરવા જણાવાયું હતું. સ્ટોલ પર સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય પદાર્થો બનાવતી વખતે હાઇજીનનું ધ્યાન રાખવા પણ સૂચના અપાઈ હતી. આજે અને આવતીકાલના સાંસ્કૃતિક કાર્યક્રમ પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળામાં આજે શુક્રવારના રોજ શ્રીકૃષ્ણના ગીતો પર આધારિત વિશેષ સંગીતમય પ્રસ્તુતિ લાલો યુનિવર્સલનું આયોજન છે. જ્યારે શનિવારે ઈશાની દવે દ્વારા ગુજરાતી-હિન્દી સુપરહિટ લાઈવ કોન્સર્ટ પ્રસ્તુત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈનસાઈટ‎:વરસાદ પડશે તો પણ ચકડોળ ચાલશે,‎ ફાઉન્ડેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો‎
    Next Article
    બાકીદારોને નોટિસ આપી કડક કાર્યવાહી કરવા સૂચના:દિયોદર ગ્રા.પં.નો રૂ.4 કરોડથી વધુ વેરો બાકી, 5 દિવસમાં રૂ.7 લાખની વસુલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment