Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈનસાઈટ‎:વરસાદ પડશે તો પણ ચકડોળ ચાલશે,‎ ફાઉન્ડેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો‎

    9 hours ago

    પોરબંદરના લોકમેળામાં લગાવવામાં આવેલ ચકડોળના ફાઉન્ડેશનમાં મનપાના એન્જીનીયર દ્વારા ફરજીયાત સિમેન્ટ ગ્રાઉટિંગ કરવા સૂચના આપવામાં આવી છે. આ સિમેન્ટ કેમિકલ લિકવિડથી વરસાદના સમયે પણ ચકડોળ કાર્યરત રહેશે તેમજ વાઈબ્રેટ પણ ઓછું થશે. પોરબંદરના લોકમેળાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે સાંજે લોકમેળાનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે આ લોકમેળામાં લગાવવામાં આવેલ ચકડોળની મજૂરી માટે 13 પ્રકારની કમીટી બનાવવામાં આવી છે. આ કમીટી દ્વારા ચકડોળની સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો બાદ મજૂરી માટેનો અહેવાલ પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવશે ત્યારે આ ચકડોળના ફાઉન્ડેશન માટે ટીમ દ્વારા સિમેન્ટ ગ્રાઉટનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી વરસાદના સમયે પણ ચકડોળનું ફાઉન્ડેશનની મજબૂતાઇ જળવાઈ રહે અને ચકડોળનું વાઈબ્રેટ પણ ઓછું થશે જેથી ચકડોળની સુરક્ષામાં વધારો થશે. સિમેન્ટ ગ્રાઉટ શુ છે સામાન્ય સિમેન્ટ ગ્રાઉટએ માત્ર સિમેન્ટ અને પાણી હોય છે. તે સામાન્ય બાંધકામ અને પાયાની તિરાડો પૂરવા માટે વપરાય છે.ત્યારે નોન-શ્રિંક ગ્રાઉટ ખાસ પ્રકારનો ગ્રાઉટ છે જે સુકાયા પછી બિલકુલ સંકોચાતો નથી. ચકડોળ, ભારે મશીનરી અને પુલ જેવા લોડ-બેરિંગ ફાઉન્ડેશન માટે આ જ ગ્રાઉટ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર:પિતાની હત્યાનો બદલો લેવા 2 શખ્સે રક્ષાબંધને 16 વર્ષીય કિશોરની ઘાતકી હત્યા કરી 'તી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળો શરૂ, ચકડોળની પરવાનગી મળતા અંતે આકાશી રાઇડ્સ ધમધમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment