Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના જન્માષ્ટમી લોકમેળા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ‎:ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, દબાણ નિયંત્રણ અને રાઇડ્સના નિયત ભાવો અંગે કડક સૂચના અપાઈ

    8 hours ago

    પોરબંદરના લોકમેળાના પ્રારંભ પૂર્વે જ લોકમેળા સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, દબાણ નિયંત્રણ અને રાઇડ્સના નિયત ભાવો અંગે કડક સૂચનાઓ અપાઈ હતી. ​ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આગામી જન્માષ્ટમી લોકમેળા-2026ના સુચારુ, સલામત અને વ્યવસ્થિત સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને મનપા કચેરી ખાતે લોકમેળા સમિતિની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મેળા ગ્રાઉન્ડનું લેઆઉટ, ફાયર સેફ્ટી, ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત બાબતો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સર્વગ્રાહી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ​ બેઠકમાં મુખ્ય મેળા ગ્રાઉન્ડના નકશા, પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા આનંદ મેળાના આયોજન તેમજ કટોકટી વ્યવસ્થાપન માટેની ફાયર સેફ્ટી યોજના અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે મેળા પરિસર તેમજ જાહેર અને ઇમરજન્સી માર્ગો પર કોઈપણ પ્રકારના ગેરકાયદે દબાણો ન થાય તે જોવા તથા રાઇડ્સ સંચાલકો દર્શકો પાસેથી નિયત કરતા વધુ ટિકિટ દર ન વસૂલે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિત પોલીસ, પીજીવીસીએલ, મામલતદાર કચેરી, આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાઇડ્સના ટિકિટ દરો અને જાહેર માર્ગો પર બાજનજર રહેશે ​ ચકડોળ સહિતની તમામ મનોરંજક રાઇડ્સમાં સરકારી નિયમ મુજબના ભાવપત્રક મુલાકાતીઓ સરળતાથી જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા આદેશ સાથે ​કોઈ પણ સંચાલક નિર્ધારિત દર કરતાં વધુ વસૂલાત ન કરે તે માટે સ્પેશિયલ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.તેમજ ઈમરજન્સી એક્ઝિટ અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક અવરોધતા પાથરણા કે દબાણો સામે ત્વરિત કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    આજે જન્માષ્ટમી:પાલનપુર-ડીસા-થરાદમાં શોભાયાત્રા અને મટકી ફોડ આકર્ષણ બનશે
    Next Article
    સવારે વરસાદી છાંટા, બપોરે બફારાએ પરસેવો છોડાવ્યો:પોરબંદરમાં મહત્તમ 32.7 ડિગ્રી,‎ લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment