Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે જન્માષ્ટમી:પાલનપુર-ડીસા-થરાદમાં શોભાયાત્રા અને મટકી ફોડ આકર્ષણ બનશે

    8 hours ago

    બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વને લઈ પાલનપુર, ડીસા, થરાદ, વાવ, ઢીમા,સુઈગામ સહિત સમગ્ર જિલ્લામાં મંદિરો, બજારો અને વિવિધ વિસ્તારોમાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ધાર્મિક સંસ્થાઓ, યુવક મંડળો અને ગોવિંદા મંડળો દ્વારા શોભાયાત્રા, મટકી ફોડ, રાસ- ગરબા, ભજન-સત્સંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પાલનપુર શહેરની પુષ્ટિમાર્ગીય હવેલી તથા વિવિધ રાધા-કૃષ્ણ મંદિરોમાં રાત્રે 12 વાગ્યે શંખનાદ સાથે કાનુડાના જન્મોત્સવની ઉજવણી થશે. મહાઆરતી બાદ માખણ-મિશ્રી અને પંજરીનો પ્રસાદ ધરાવી ભક્તોને વિતરણ કરાશે. આ અંગે વીએચપીના નગર અધ્યક્ષ વિજયભાઇ પઢીયારે જણાવ્યું હતું કે,વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પાલનપુર નગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મટકીફોડના કાર્યક્રમો યોજાશે. બપોરે 1:00 કલાકે શોભાયાત્રા બ્રિજેશ્વર કોલોનીથી પ્રસ્થાન થઇ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. જેમાં બ્રિજેશ્વર કોલોની, દિલ્લીગેટ, સીમલાગેટ, રેલ્વે સ્ટેશન, કીર્તિસ્તંભ, ગુરૂનાનક ચોક, સીટીલાઈટ રોડ, ગઠામણ દરવાજા, હનુમાન શેરી, મોટી બજાર, ત્રણબત્તી, નાનીબજાર, કમાલપુરા, વડ લીવાળું પરૂ, શ્રીરામ ચોક થઇને બ્રિજેશ્વર કોલોની પરત ફરી પૂર્ણ થશે. ડીસાની મુખ્ય હવેલીઓમાં ઠાકોરજીનો વિશેષ શણગાર અને હિંડોળા ઉત્સવ યોજાશે. રાજપૂત વાસ, નેહરુ રોડ તથા મુખ્ય ચોકોમાં ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડ સ્પર્ધા યોજાશે. થરાદના અંબાજી મંદિર ચોક, હવેલી ગલી અને મુખ્ય બજારોમાંથી વિવિધ ઝાંખીઓ સાથે શોભાયાત્રા અને વરઘોડો નીકળશે. રાત્રે રાસ-ગરબા, સત્સંગ અને મહાઆરતી બાદ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.આ ઉપરાંત ધરણીધર ધામ ઢીમા ખાતે જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યાં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડશે. જન્માષ્ટમીને લઇ કાળીયા ઠાકરનો વિશેષ શણગાર કરાશે. વાવ-સુઈગામમાં શ્રીકૃષ્ણ અને ઠાકોરજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, કીર્તન, ભજન-સત્સંગનું આયોજન કરાયું છે. સ્થાનિક યુવક મંડળો દ્વારા મટકી ફોડ સહિતના પરંપરાગત કાર્યક્રમો યોજાશે.
    Click here to Read More
    Previous Article
    5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ:ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર દુર કર્યો
    Next Article
    પોરબંદરના જન્માષ્ટમી લોકમેળા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ‎:ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, દબાણ નિયંત્રણ અને રાઇડ્સના નિયત ભાવો અંગે કડક સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment