Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને 5 વર્ષની કેદ, કોર્ટે પીડિતાને 1 લાખનું વળતર અપાવ્યું

    1 day ago

    સોશિયલ મીડિયાના માધ્યમથી કલોલની યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો સંબંધીઓમાં વાઇરલ કરી બદનામ કરનાર શખ્સને કલોલના એડિશનલ સેસન્સ જજ ડી.વી. શાહે પાંચ વર્ષની સખત કેદ અને 50 હજારનો દંડ ફટકારી પીડિતાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આરોપીએ યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો આ કેસની વિગતો મુજબ, મૂળ ધોળકાના સાથળ ગામના અને હાલમાં ધોળકાની રાજધાની સોસાયટીમાં રહેતા 34 વર્ષીય હિરેન ઉર્ફે જીગો મનુભાઈ પટેલે ફરિયાદી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ગત 15 જુલાઈ 2023ના રોજ આરોપી યુવતીને અમદાવાદની રાધાનંદ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તાબે થવાની ના પાડતા અશ્લીલ ફોટા વાઈરલ કર્યા આ ઘટના બાદ યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા આરોપીએ અવારનવાર ફોન કરી ગાળો ભાંડી હતી અને યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. બાદમાં આરોપીએ વ્હોટ્સએપ વીડિયો કોલ દરમિયાન યુવતીના નિર્વસ્ત્ર ફોટા મંગાવ્યા હતા અને તેની જાણ બહાર અશ્લીલ વીડિયો તથા સ્ક્રીનશોટ બનાવી લીધા હતા. જ્યારે યુવતીએ તાબે થવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ આ અશ્લીલ સામગ્રી તેના સગા-સંબંધીઓમાં વાઇરલ કરી દીધી હતી. આ મામલે કલોલ શહેર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી આ કેસ કલોલની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ જે.એચ.જોષીની ધારદાર રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપીને ઈપીકો કલમ 376 ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યો હતો, પરંતુ આઈટી એક્ટ-2000ની કલમ-67(એ) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    'હું ટ્રેન્ડ ફોલો નથી કરતો, નવા ટ્રેન્ડ સેટ કરું છું':'અનુપમા' ફેમ સુધાંશુ પાંડેએ 'ધુરંધર' જેવા ગ્રે શેડ પાત્રો અને ડિજિટલ ફ્રોડ પર મંતવ્ય વ્યક્ત કર્યું
    Next Article
    વીજતારમાં સ્પાર્ક થતા 10 વીઘામાં ઘઉઁ-કલંજીનો પાક બળીને ખાખ, VIDEO:કેશોદના મેસવાણ ગામના ખેડૂતના મોઢે આવેલો કોળિયો છિનવાયો, વીજકંપનીએ બેદરકારી દાખવ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment