Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવારે વરસાદી છાંટા, બપોરે બફારાએ પરસેવો છોડાવ્યો:પોરબંદરમાં મહત્તમ 32.7 ડિગ્રી,‎ લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું‎

    8 hours ago

    પોરબંદરમાં ગુરુવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતાં રસ્તાઓ ભીના થયા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળશે તેવી આશા જાગી હતી. જોકે, વરસાદી છાંટા બાદ વાતાવરણ ફરી ગરમ બન્યું હતું અને દિવસ દરમિયાન ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. પોરબંદરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 8 ટકા ઘટીને 64 ટકા થયું હતું. તાપમાન 32 ડિગ્રીને પાર રહેતાં સવારના વરસાદી માહોલ બાદ બપોર સુધીમાં ગરમીનો અનુભવ વધ્યો હતો. બપોરના સમયે ગરમી સાથે બફારો વધતા લોકો પસીનાથી રેબઝેબ બન્યા હતા. મેળામાં અને રસ્તા પર અવરજવર કરતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા હતા. વરસાદી છાંટા બાદ પણ વાતાવરણમાં ઠંડક લાંબો સમય ટકી નહોતી. સાંજના સમયે પણ ગરમીનો અનુભવ યથાવત્ રહ્યો હતો. આમ, સવારના વરસાદી છાંટા બાદ પોરબંદરમાં દિવસભર ગરમી અને બફારાનો અનુભવ થયો હતો. છાંટા પડ્યા, પણ વરસાદનું જોર ન જામ્યું વહેલી સવારે પડેલા છાંટાથી રસ્તા પર થોડીવાર માટે ભેજવાળું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ વરસાદનું પ્રમાણ એટલું નહોતું કે ગરમીમાં નોંધપાત્ર રાહત મળે. છાંટા બંધ થતાં જ સૂર્યપ્રકાશ અને ઉકળાટ ફરી શરૂ થયો હતો. લોકો સારા વરસાદની રાહ જોતા જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના જન્માષ્ટમી લોકમેળા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ‎:ફાયર સેફ્ટી, ટ્રાફિક વ્યવસ્થા, દબાણ નિયંત્રણ અને રાઇડ્સના નિયત ભાવો અંગે કડક સૂચના અપાઈ
    Next Article
    બહેનોએ શ્રીફળ અને કુલેરનો પ્રસાદ ધરી પૂજા-અર્ચના કરી‎:રાજા વિક્રમાતજી દ્વારા નિર્મિત શીતલા મંદિરે વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment