Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેનોએ શ્રીફળ અને કુલેરનો પ્રસાદ ધરી પૂજા-અર્ચના કરી‎:રાજા વિક્રમાતજી દ્વારા નિર્મિત શીતલા મંદિરે વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો લાગી

    8 hours ago

    પોરબંદરના શીતલા ચોક નજીક શીતલા માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિરનું નિર્માણ રાજા વિક્રમાતજી દ્વારા કરાવવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરે સાતમને લઈને વહેલી સવારથી બહેનોની લાંબી લાઇન લાગી હતી. બહેનોએ પરિવારના સારા આરોગ્ય અને સુખાકારી માટે બહેનોએ શ્રીફળ અને કુલેરનો પ્રસાદ ધરી પૂજા-અર્ચના કરી હતી. હિન્દુ ધર્મમાં તહેવારોની સાથે સાથે તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ પણ વિશેષ જોડાયેલું છે. શ્રાવણ માસના પવિત્ર દિવસે અંતર્ગત પોરબંદરમાં શીતળા સાતમની પરંપરાગત અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના પૌરાણિક અને ઐતિહાસિક એવા શીતળા ચોક વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માતાજીની પૂજા-અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની લાંબી લાઈનો લાગી હતી.વ્હેલી સવારથી જ ભક્તિમય માહોલ વચ્ચે મહિલાઓએ શીતળા માતાજીના મંદિરે જઈને માતાજીને શ્રીફળ, ચુંદડી અને વિશેષ રૂપે બાજરીના કુલેરનો પ્રસાદ ધરીને પૂજા અર્ચના કરી હતી. માતાજી સમક્ષ પોતાના પરિવારના સભ્યોના સારા આરોગ્ય, સુખાકારી અને રક્ષણ માટે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો ન પ્રગટાવીને ઠંડુ ભોજન ગ્રહણ કરવાની વર્ષો જૂની ધાર્મિક માન્યતા અને પરંપરા આજે પણ લોકોએ ઉત્સાહભેર જાળવી રાખી હતી. રાજા વીકમાંશી મહારાજે કરાવ્યું હતું મંદિરનું નિર્માણ પોરબંદરના શીતળા ચોક ખાતે આવેલું આ શીતળા માતાજીનું મંદિર વર્ષો પુરાણું અને અતિ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ મંદિરની સ્થાપના પોરબંદરના રાજા વીકમાંશી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આ પૌરાણિક સ્થાનકે શ્રાવણ સુદ સાતમ તેમજ શ્રાવણ વદ સાતમ એમ બંને પ્રસંગોએ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને માતાજીને નૈવેદ્ય તેમજ કુલરનો પ્રસાદ ચડાવે છે.
    Click here to Read More
    Previous Article
    સવારે વરસાદી છાંટા, બપોરે બફારાએ પરસેવો છોડાવ્યો:પોરબંદરમાં મહત્તમ 32.7 ડિગ્રી,‎ લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું‎
    Next Article
    પોરબંદર:પિતાની હત્યાનો બદલો લેવા 2 શખ્સે રક્ષાબંધને 16 વર્ષીય કિશોરની ઘાતકી હત્યા કરી 'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment