Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ તાલુકાના કોઠારીયા ગામની ઘટના‎:ખેતરના શેઢે કપાસમાં દવા છાંટવા મુદ્દે પ્રૌઢને પાવડાના ફટકા માર્યા

    7 hours ago

    વઢવાણ તાલુકાના કોઠારીયા ગામની સીમમાં ખેતરના શેઢે ઘાસમાં દવા છાંટવાની નાની બાબતે મનદુઃખ રાખી પાડોશી ખેડૂતે પાવડા વડે આડેધડ હુમલો કરતા પ્રોઢ ગંભીર રીતે ઘવાયા છે. ઈજાગ્રસ્ત પ્રોઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વઢવાણ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ, વઢવાણના સતવારા પરામાં રહેતા 55 વર્ષીય હસમુખભાઈ હરજીભાઈ હડીયલ કોઠારીયા ગામની સીમમાં ભમરીયા કુવા પાસે આવેલ પોતાના ખેતરમાં કપાસના પાકમાં દવા છાંટવા ગયા હતા. આ સમયે બાજુના ખેતરવાળા ઘનશ્યામભાઈ હમીરભાઈ દલવાડીએ તેમને બોલાવી શેઢા ઉપર ઘાસમાં શું કામ દવા છાંટી? તેમ કહી તકરાર કરી હતી. હસમુખભાઈએ દવા ન છાંટી હોવાનું જણાવવા છતાં ઘનશ્યામભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં રહેલા પાણી વાળવાના પાવડા વતી હસમુખભાઈ પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં હસમુખભાઈ નીચે પડી જતાં અને બૂમાબૂમ કરતા આરોપી નાસી છૂટ્યો હતો. હસમુખભાઈને જમણા હાથની બે આંગળીમાં ફેક્ચર, માથામાં તથા ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ વઢવાણ સરકારી દવાખાને અને બાદમાં ગાંધી હોસ્પિટલથી વધુ સારવાર અર્થે ટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે વઢવાણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આરટીઓ તંત્રનીટ્રાફિકના નિયમોના ભંગ:જિલ્લામાં ઓગસ્ટ માસમાં નિયમભંગ બદલ 714 કેસ, રૂ. 1.02 લાખનો દંડ વસૂલાયો
    Next Article
    છતના પોપડા ખર્યા બાદ નોટિસનો જવાબ ન આપતાં કાર્યવાહી:પાલનપુરનું જર્જરિત સૂરમંદિર થિયેટર જિલ્લા કલેકટરના આદેશથી સીલ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment