Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરટીઓ તંત્રનીટ્રાફિકના નિયમોના ભંગ:જિલ્લામાં ઓગસ્ટ માસમાં નિયમભંગ બદલ 714 કેસ, રૂ. 1.02 લાખનો દંડ વસૂલાયો

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે આરટીઓ તંત્ર દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વિવિધ નિયમભંગ બદલ કુલ 714 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જિલ્લા આરટીઓ દ્વારા 2026ના ઓગસ્ટ માસમાં સ્થળ પર જ રૂ. 1,02,408નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે હજુ પણ રૂ. 27,05,704ની રિકવરી (દંડ) પેન્ડિંગ બોલે છે. સૌથી વધુ કેસો નો-પાર્કિંગ ઝોનમાં વાહનો ખડકી દેવા બદલ 272 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાહનોમાં નંબર પ્લેટ વિના અથવા ક્ષતિગ્રસ્ત HSRP પ્લેટ સાથે ફરતા 90 વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. વાહનોની લાઇટ પર અનધિકૃત એલઇડી લગાડવા બદલ 14 કેસ, કાચ પર કાળી ફિલ્મ લગાડવા બદલ 13 કેસ તેમજ ભારે નિયમભંગ બદલ 2 વાહનો ડિટેઇનકરવામાં આવ્યા હતા. ઓવરલોડિંગ (OL) ના 119 કેસમાંથી રૂ. 39,000 ની સ્થળ પર વસૂલાત થઈ હતી, જ્યારે ઓવર ડિમેન્શન કન્સાઇનમેન્ટ (ODC)ના 13 કેસ નોંધાયા હતા. આ સિવાય ટેક્સ બાકી હોય તેવા 8 વાહનો પાસેથી રૂ. 27,238 નો ટેક્સ વસૂલાયો હતો. અને અન્ય નિયમભંગના 574 કેસ કરવામાં આવ્યા હતા. રૂ. 27 લાખથી વધુની રિકવરી હજુ પેન્ડિંગ ઓગસ્ટ માસની કામગીરીમાં માત્ર રૂ. 1.02 લાખ જ સ્થળ પર વસૂલ થઈ શક્યા છે, જ્યારે રૂ. 27.05 લાખથી વધુનો દંડ હજુ પણ બાકી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા પાછળ બેફામ પાર્કિંગ જવાબદાર હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થાય છે. સૌથી વધુ કેસ નો-પાર્કિંગના નોંધાયા છે. ઓવરલોડિંગ પર કડક લગામ જરૂરી છે. રોડ સેફ્ટી અને રસ્તાના નુકસાન સામે હજુ વધુ કડક પગલાંની જરૂરિયાત છે.
    Click here to Read More
    Previous Article
    લોકલ ફોર વોકલ:સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગો આત્મનિર્ભર બન્યા
    Next Article
    વઢવાણ તાલુકાના કોઠારીયા ગામની ઘટના‎:ખેતરના શેઢે કપાસમાં દવા છાંટવા મુદ્દે પ્રૌઢને પાવડાના ફટકા માર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment