Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકલ ફોર વોકલ:સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગો આત્મનિર્ભર બન્યા

    7 hours ago

    ભાસ્કર ન્યુઝ। સુરેન્દ્રનગર ભારતીય રમકડાં બજારમાં છેલ્લા કેટલાક સમયથી એક મોટો અને હકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. દેશભરની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક બજારોમાં પણ ચાઇનીઝ રમકડાંનો દબદબો ઘટ્યો છે અને મેડ ઈન ઈન્ડિયા એટલે કે ભારતીય સ્વદેશી રમકડાંઓની ભારે બોલબાલા જોવા મળી રહી છે. ​એક સમય હતો જ્યારે બાળ રમકડાંના બજારમાં 60થી 70 ટકા સુધી ચાઇનીઝ પ્લાસ્ટિકના રમકડાનું વર્ચસ્વ હતું. સસ્તા અને ચમકધમકવાળા પરંતુ નબળી ગુણવત્તાના ચાઇનીઝ રમકડાંઓએ સ્થાનિક કારીગરો અને હસ્તકળા સાથે જોડાયેલા ગૃહઉદ્યોગોની કમર તોડી નાખી હતી. પરંતુ ચીનથી થતી આયાત પર કડક સરકારી નિયંત્રણો અને વોકલ ફોર લોકલ અભિયાનને કારણે સ્થાનિક ઉત્પાદકો માટે કટોકટીમાં પણ જાણે કે નવી આશાનું કિરણ પ્રગટ્યું છે. ​ સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કાષ્ઠ-શિલ્પીઓ, સખી મંડળો અને નાના ઉદ્યોગકારોએ ફિનિક્સ પંખીની માફક બેઠા થઈને સ્વદેશી રમકડાનું ઉત્પાદન હાથમાં લીધું છે. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક શૈક્ષણિક ડિઝાઈનનો સમન્વય કરીને એવાં આકર્ષક રમકડાં તૈયાર કરાયાં છે કે ગ્રાહકોને હવે ચાઇનીઝ રમકડાંની ખોટ સાલતી નથી. ​ સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગોને નવજીવન ચાઇનીઝ આયાત ઘટે જ સુરેન્દ્રનગર પંથકની મહિલા સખી મંડળો અને હસ્તકળા કારીગરો માટે રોજીરોટીના નવા દ્વાર ખુલ્યા છે. જિલ્લાના રમકડાંના હોલસેલ તથા રિટેલ વેપારીઓ, લારી-ગલ્લા અને સ્ટોલ ધારકો હવે વિદેશી માલને બદલે સ્થાનિક સ્તરે બનેલાં રમકડાં વેચીને આત્મનિર્ભર બની રહ્યા છે. બજારમાં ટ્રેન્ડિંગ બનતાં સ્વદેશી રમકડાં ​ ઈકો-ફ્રેન્ડલી અને સુરક્ષિત: પ્લાસ્ટિકને બદલે લાકડું, કાપડ, માટી અને બિન-ઝેરી નેચરલ રંગોનો ઉપયોગ, જે બાળકોના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. ​ શૈક્ષણિક અને પૌરાણિક કન્સેપ્ટ: ભારતીય પૌરાણિક પાત્રો, દેશી રમતો, ભૌતિક ક્ષમતા વધારતા કોયડાઓ પઝલ્સ અને શૈક્ષણિક સાધનોનો ક્રેઝ વધ્યો છે. ​ રોજગારીમાં વધારો: સ્થાનિક મહિલાઓ અને કારીગરો દ્વારા હાથે બનાવાતાં લાકડાના ભમરડા, ગાડીઓ અને કાપડની ઢીંગલીઓની માંગ વધતાં ગૃહઉદ્યોગો ધમધમી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Janmashtami 2026 Wishes: राधा की कृपा, श्याम का प्यार... इन खूबसूरत संदेशों से दें अपनों को जन्माष्टमी की शुभकामनाएं
    Next Article
    આરટીઓ તંત્રનીટ્રાફિકના નિયમોના ભંગ:જિલ્લામાં ઓગસ્ટ માસમાં નિયમભંગ બદલ 714 કેસ, રૂ. 1.02 લાખનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment