Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવને ચંદનલેપ અને બોરસલીનો વિશેષ શૃંગાર:પ્રથમ જ્યોતિર્લિંગમાં ભક્તોએ કર્યા દિવ્ય દર્શન, વિશ્વ શાંતિ માટે કરાયો શૃંગાર

    6 hours ago

    પવિત્ર અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ચંદનના લેપ અને બોરસલીના ફૂલોથી દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગાર વિશ્વમાં શાંતિ અને કલ્યાણના શુભ ભાવ સાથે કરવામાં આવ્યો હતો. મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાસ તૈયાર કરાયેલો શુદ્ધ ચંદનનો લેપ મહાદેવને ચડાવવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં ચંદનને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેની શીતળતા અને દિવ્ય સુગંધ મનને શાંતિ આપે છે અને ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિ તથા ધ્યાનમાં વધારો કરે છે. ચંદનલેપની સાથે મહાદેવને બોરસલીનો પણ ખાસ શૃંગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોમાં બોરસલીના વૃક્ષનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેને ભગવાન શિવના 'સત્-ચિત્-આનંદ', શાંતિ અને નિર્મોહનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓમાં બોરસલીનું ખાસ સ્થાન છે. જ્યોતિર્લિંગ પર ચંદન અને બોરસલીના આ સુંદર શૃંગારના દર્શન કરીને ભક્તોએ ખૂબ શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં મંત્રી કાંતિ અમૃતિયાના હસ્તે લોકમેળાનો શુભારંભ:નાયબ મુખ્ય દંડક પણ હાજર રહ્યા; નગરપાલિકા દ્વારા 4 દિવસીય મેળાનું આયોજન
    Next Article
    વઢવાણ કન્યા છાત્રાલયમાં 50 ગરીબ પરિવારોને સાડી-મીઠાઈ અપાઈ:સાતમ-આઠમનો તહેવાર સુધર્યો, પૂર્વ વિદ્યાર્થીનીએ કરી મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment