Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મેદાને:કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી

    6 hours ago

    મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદના અભાવે પાક અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોના હિતમાં ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમાં તેમણે સરકાર સમક્ષ જુદી જુદી માંગણીઓ કરી છે. કિસાન સંઘે સરકારને ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે પાણીની વ્યવસ્થા કરવા અને તળાવો ભરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતોને પૂરતી અને નિયમિત વીજળી મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, પશુઓ માટે ઘાસચારો ખૂટે નહીં તે માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ પણ કરાઈ છે. મહીસાગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર ખેડૂતોની મુશ્કેલી સમજે અને તાત્કાલિક જરૂરી પગલાં ભરે તેવી અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહિસાગરના DPEO કૃપા ઝાને દિલ્હીમાં નેશનલ એવોર્ડ મળ્યો:અમદાવાદ ગ્રામ્યમાં ડ્રોપ આઉટ ઘટાડવા ‘મિશન સિદ્ધત્વ’ પ્રોજેક્ટ માટે સન્માનિત કરાયા
    Next Article
    શ્રીજી વિદ્યામંદિરમાં બાળકોએ કૃષ્ણ-રાધા બની જન્માષ્ટમી ઉજવી:મટકીફોડ, રાસ-ગરબા અને 'નંદ ઘેર આનંદ ભયો' ના નાદથી શાળા ગુંજી ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment