Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીજી વિદ્યામંદિરમાં બાળકોએ કૃષ્ણ-રાધા બની જન્માષ્ટમી ઉજવી:મટકીફોડ, રાસ-ગરબા અને 'નંદ ઘેર આનંદ ભયો' ના નાદથી શાળા ગુંજી ઉઠી

    6 hours ago

    પાટણ શહેરની શ્રીજી વિદ્યામંદિર પ્રાથમિક શાળામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાલમંદિરથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન શાળાના નાના-મોટા બાળકો કાન્હા અને રાધાના ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. તેમના પોશાક આકર્ષક લાગી રહ્યા હતા. આ પ્રસંગે 'રાધાકૃષ્ણ રાસ' નું આયોજન કરાયું હતું, જેમાં બાળકો અને શિક્ષકો એકસાથે ઝૂમી ઊઠ્યા હતા. પર્વનું મુખ્ય આકર્ષણ 'મટકીફોડ' નો કાર્યક્રમ હતો. બાળકોએ તેમાં જોશ સાથે ભાગ લીધો હતો. આ દરમિયાન શાળા પરિસર 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શાળાના તમામ શિક્ષકો અને કર્મચારી પરિવારે પણ આ આયોજનમાં સક્રિયપણે જોડાઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉજવણીથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પર્વોનું મહત્વ સમજાય તેવો માહોલ બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મેદાને:કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી
    Next Article
    Gir Somnath News | ઉનાના ભડીયાદર ગામે યુવક પર છરી વડે હુમલો | Una Crime News | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment