Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભટાર વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ:બે લોકો ફસાયા બાદ માંડ-માંડ બહાર નીકળ્યા, બ્રીધિંગ ઓક્સિજન કીટ પહેરી ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો

    9 hours ago

    સુરતના ભટાર વિસ્તારમાં આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે એક બિલ્ડિંગના પહેલા માળે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભારે નાસભાગ થઈ ગઈ હતી. બે લોકો માંડ માંડ બહાર નીકળી શક્યા પ્રાથમિક તબક્કે પ્રિન્ટિંગ પ્રેસની અંદર બે વ્યક્તિઓ ફસાયા હોવાની માહિતી મળતાં સ્થળ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બંને વ્યક્તિઓ પરિસ્થિતિની ગંભીરતા પારખીને સમયસૂચકતા વાપરી સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર ખડકી દેવામાં આવી હતી. બ્રીધિંગ ઓક્સિજન કિટ પહેરીને બિલ્ડીંગમાં ફાયર જવાનો ઘૂસ્યા ઘટનાની જાણ થતાં જ વેસુ અને મજુરા સહિતના ત્રણ ફાયર સ્ટેશનોમાંથી 5 ફાયર ફાઈટરોનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર પરિસરમાં ભારે ધુમાડો ભરાઈ ગયો હોવાથી શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હતો, જેથી ફાયર જવાનોએ બ્રીધિંગ ઓક્સિજન કિટ પહેરીને બિલ્ડિંગની અંદર પ્રવેશ કર્યો હતો અને પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. 'શોર્ટ સર્કિટના કારણે આગ લાગી' ફાયર ઓફિસર અભિષેક ગઢવીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે ચારેય તરફથી પાણીનો છંટકાવ કરી કલાકોની ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પ્રિન્ટિંગ પ્રેસમાં રાખેલો મોટા પ્રમાણમાં માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુરમાં જન્માષ્ટમીની ઉજવણી: મટકી ફોડ અને રાસ-ગરબાનું આયોજન:કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે
    Next Article
    લોકમેળામાં રૂ.20 ની ચોકબારના રૂ.25 વસૂલી લૂંટ !:રાજકોટના રેસકોર્સ મેદાનમાં નાના ફેરિયાઓનો સામાન તોડતો સિક્યુરિટી ઇન્ચાર્જ, એજન્સીને નોટિસ ફટકારાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment