Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુરમાં જન્માષ્ટમીની ઉજવણી: મટકી ફોડ અને રાસ-ગરબાનું આયોજન:કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

    6 hours ago

    સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે. જન્માષ્ટમીના પાવન પર્વને લઈને મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીમાં મટકી ફોડ સાથે રાસ-ગરબાનો રંગ જામશે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ મંડળો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો રાસ-ગરબે ઝૂમીને જન્માષ્ટમીની ઉજવણી કરશે. ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આવતીકાલે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમની ઝલક દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરાયો છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જન્માષ્ટમીના પર્વને લઈને સાળંગપુરમાં ભક્તિ, આસ્થા અને ઉત્સવનો સંગમ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી:શ્રમિકની વળતર અરજી 120 દિવસમાં નક્કી કરાશે, હાઈકોર્ટે અરજદાર NGOને પણ જાગૃતિ ફેલાવવામાં ફાળો આપવા કહ્યું છે
    Next Article
    ભટાર વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ:બે લોકો ફસાયા બાદ માંડ-માંડ બહાર નીકળ્યા, બ્રીધિંગ ઓક્સિજન કીટ પહેરી ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment