Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી:શ્રમિકની વળતર અરજી 120 દિવસમાં નક્કી કરાશે, હાઈકોર્ટે અરજદાર NGOને પણ જાગૃતિ ફેલાવવામાં ફાળો આપવા કહ્યું છે

    6 hours ago

    ગુજરાત હાઈકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરૂષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. જેને સુપ્રીમના હુકમ મુજબ સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અને સારવાર માટે પોલિસી બનાવવા માંગ કરી છે. શ્રમિકની વળતર અરજી 120 દિવસમાં નક્કી કરાશે આ અરજી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. આજે સરકારી વકીલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટે અરજદારની રજૂઆત ઉપર ગત સુનાવણીમાં કેટલાક પ્રશ્નો સરકારને પૂછ્યા હતા. સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકની વળતર અરજીના નિકાલનો સમયગાળો પૂછવામાં આવ્યો હતો, જે 120 દિવસનો નક્કી કરવામાં આવ્યો છે. રિવ્યૂ અરજી 2 મહિનામાં કરવાની રહે છે બીજો પ્રશ્ન જો વળતર માટે અરજી નકારી દેવામાં આવે તો રિવ્યૂ ઓથોરિટી સંદર્ભનો હતો, જેમાં 2 ટાયર મિકેનિઝમ નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ રિવ્યૂ અરજી જિલ્લા વિભાગે અને બીજી અરજી લેબર બોર્ડના મેમ્બર સેક્રેટરી સમક્ષ કરી શકે છે. રિવ્યૂ અરજી 2 મહિનામાં કરવાની રહે છે. કોર્ટે અરજદારની રજૂઆતને ટેકો આપ્યો હતો અરજદારે વાંધો ઉપાડ્યો હતો કે પહેલી અરજી જે અધિકારી નકારી નાખે તે જ અધિકારી રિવ્યૂ કમિટીમાં મેમ્બર છે, તે હાઈ શકે નહીં. કોર્ટે અરજદારની રજૂઆતને ટેકો આપ્યો હતો. સાથે જ અરજદારે સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકોમાં વળતર મેળવવા અંગે સરકાર દ્વારા જાગૃતિ ફેલાવવાના કોર્ટના આદેશ અંગે રજૂઆત કરી હતી. લોક જાગૃતિનું કામ પણ ઓથોરિટી કરે હાઇકોર્ટે કહ્યું હતું કે, તેઓ કોઈ મોનિટરિંગ કમિટી નથી. વળી અરજદાર પોતે NGI છે, તેને પણ ફંડ મળતું હશે તો ફક્ત કોર્ટમાં અરજી કરીને જવાબદારી પૂરી સમજે નહીં, તેઓ પણ ગ્રાઉન્ડ ઉપર જાગૃતિ ફેલાવવાનું કામ કરે. વળી હાઇકોર્ટે કહ્યું હતું કે, સિલિકોસિસ અંગે સરકારની યોજનાનો સરક્યુલર દરેક ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની વેબસાઇટ ઉપર મુકાશે અને લોક જાગૃતિનું કામ પણ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. ઉપરોક્ત અરજી સંદર્ભે વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં 60 કિલો કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:ત્રણ આરોપી ઝડપાયા, 60 હજારનો મુદ્દામાલ જપ્ત; ત્રણની શોધખોળ ચાલુ
    Next Article
    સાળંગપુરમાં જન્માષ્ટમીની ઉજવણી: મટકી ફોડ અને રાસ-ગરબાનું આયોજન:કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment