Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલમમાં ભાજપની બેઠકોનો ધમધમાટ:તરુણ ચુગની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો-પ્રભારીઓ સાથે બેઠક, સંગઠનના કામકાજનો લેવાશે રિવ્યૂ

    6 hours ago

    ગુજરાત પ્રદેશ ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહ્યા છે. ભાજપના મહામંત્રી ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, કમલમ ખાતે પ્રદેશ પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લા ભાજપના પ્રભારીઓ સાથે બેઠક યોજાઈ રહી છે, જેમાં સંગઠનની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જિલ્લા-મહાનગરોની કામગીરીનું રિવ્યૂ બેઠક દરમિયાન જિલ્લા અને મહાનગરોમાં પાર્ટીની કામગીરી અંગે પ્રભારીઓ પાસેથી રિવ્યૂ લેવામાં આવશે. સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આગામી આયોજન અંગે પણ ચર્ચા થવાની છે. જિલ્લા સ્તરે ચાલી રહેલી પાર્ટીની કામગીરી, સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમો અંગે પ્રભારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે. વિવિધ મોરચાના પ્રમુખો સાથે પણ બેઠક આ ઉપરાંત પ્રદેશ ભાજપના વિવિધ મોરચાના અધ્યક્ષો સાથે પણ બેઠક યોજાશે. મોરચાઓ દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ કામગીરી અને આગામી આયોજનો અંગે મોરચા પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે, બેઠકોમાં મુખ્યત્વે આગામી આયોજનો, સંગઠનાત્મક બાબતો તથા પાર્ટીની કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં દારૂના અડ્ડાઓ બંધ કરવા ભીમસેનાનું આવેદનપત્ર:દારૂબંધી છતાં ખુલ્લેઆમ વેચાણ સામે એસપીને રજૂઆત, જનતા રેડની ચીમકી
    Next Article
    ટ્રાફિક ઇ ચલણના નામે ઠગાઈ:ટ્રાફિક મેમો ભરવાની લિંક મોકલી સાયબર ઠગોએ બે વેપારીના રૂ.6.79 લાખ સેરવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment