Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં દારૂના અડ્ડાઓ બંધ કરવા ભીમસેનાનું આવેદનપત્ર:દારૂબંધી છતાં ખુલ્લેઆમ વેચાણ સામે એસપીને રજૂઆત, જનતા રેડની ચીમકી

    7 hours ago

    બોટાદ જિલ્લા યુવા ભીમ સેનાએ જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે બોટાદ એસપીને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રમાં બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ભીમ સેનાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ અડ્ડાઓ બંધ નહીં થાય તો તેઓ જનતા રેડ કરશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે. તાજેતરમાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ બન્યો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. અગાઉ બોટાદ જિલ્લામાં પણ આવા લઠ્ઠાકાંડ બન્યા હતા, જેમાં અનેક લોકોના મોત થયા હતા. રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ, નશાબંધી અને આબકારી વિભાગ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે એસપી, કમિશનર, એલસીબી, એસઓજી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમ છતાં, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલુ છે અને નવા અડ્ડાઓ પણ શરૂ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં સ્થાનિક પોલીસ અને નિયુક્ત અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ આવેદનપત્ર આપતી વખતે બોટાદ જિલ્લા યુવા ભીમ સેનાના પ્રમુખ પ્રિતેશ ચાવડા, મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન બગડા અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કરોડની 'મસ્ટાંગ' કારમાં ફરતા બુટલેગરના પૌત્રએ અકસ્માત સર્જી મારામારી કરી:અમદાવાદ પોલીસે ઝડપી સાન ઠેકાણે લાવી દીધી, આદિત્ય સામે હત્યાનો પ્રયાસ,આર્મ્સ એક્ટ સહિતના 6 ગુના
    Next Article
    કમલમમાં ભાજપની બેઠકોનો ધમધમાટ:તરુણ ચુગની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો-પ્રભારીઓ સાથે બેઠક, સંગઠનના કામકાજનો લેવાશે રિવ્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment