Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક ઇ ચલણના નામે ઠગાઈ:ટ્રાફિક મેમો ભરવાની લિંક મોકલી સાયબર ઠગોએ બે વેપારીના રૂ.6.79 લાખ સેરવી લીધા

    6 hours ago

    ટ્રાફિક પોલીસના નામે ઈ-મેમો ભરવાની નકલી લિંક મોકલી વાહનચાલકો સાથે ઠગાઈ કરતી ગઠિયાઓની ટોળકીએ અમદાવાદના બે નાગરિકોના બેંક એકાઉન્ટમાંથી કુલ ₹6.79 લાખ સાફ કરી નાખ્યા છે. મેસેજમાં આપેલી લિંક ખોલતાં જ મોબાઈલમાં માલિશિયસ APK ફાઈલ ડાઉનલોડ થઈ જતી હતી, જેના દ્વારા ઠગોએ મોબાઈલનો એક્સેસ મેળવી મોડી રાત્રે ઓટીપી (OTP) મેળવીને નાણાં ઉપાડી લીધા હતા. પ્રથમ કિસ્સો ઈસનપુરમાં રહેતા કુણાલ બટુકભાઈ પ્રજાપતિ (ઉં.વ.38) ને ₹1,000નો મેમો ભરવાનો મેસેજ આવ્યો હતો. લિંક પર ક્લિક કર્યા બાદ ફોન પર અસંખ્ય OTP આવ્યા અને મોડી રાત્રે 6 ટ્રાન્ઝેક્શન મારફતે ₹4.58 લાખ કપાઈ ગયા. તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજો કિસ્સો બહેરામપુરામાં રહેતા કલ્પેશ કાલે (ઉં.વ.48) ને વોટ્સએપ પર ટ્રાફિક મેમોની લિંક મળી હતી, જેમાં તેમના ટુ-વ્હીલરનો સાચો નંબર પણ લખેલો હતો. લિંક ખોલતાં જ એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ અને બીજા દિવસે તેમના ખાતામાંથી ₹2.21 લાખ ઉપડી ગયા. તેમણે પણ સાયબર હેલ્પલાઈન અને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો છે. સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડી
    Click here to Read More
    Previous Article
    કમલમમાં ભાજપની બેઠકોનો ધમધમાટ:તરુણ ચુગની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો-પ્રભારીઓ સાથે બેઠક, સંગઠનના કામકાજનો લેવાશે રિવ્યૂ
    Next Article
    સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડેંગ્યુના કેસમાં ચિંતાજનક વધારો:100થી 104 ડિગ્રી તાવ આવે તો ચેતજો, લક્ષણો બદલાયા હોવાનો આરોગ્ય અધિકારીનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment