Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડેંગ્યુના કેસમાં ચિંતાજનક વધારો:100થી 104 ડિગ્રી તાવ આવે તો ચેતજો, લક્ષણો બદલાયા હોવાનો આરોગ્ય અધિકારીનો દાવો

    6 hours ago

    ચોમાસાની સિઝનમાં સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડેંગ્યુના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. VBDCના નાયબ આરોગ્ય અધિકારી ડૉ.ધ્વનિ પટેલે જણાવ્યું હતું કે, હાલ સુરત મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત ભરૂચ, નવસારી, મરોલી, તાપી અને વ્યારા જેવા આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ અને કન્ફર્મ કેસો સામે આવી રહ્યા છે. વરસાદે લાંબો વિરામ લીધા બાદ સાનુકૂળ વાતાવરણ મળતા ડેંગ્યુ ફેલાવતા એડિસ મચ્છરોનું બ્રીડિંગ અને ઉત્પત્તિ ખૂબ ઝડપથી વધી રહી છે, જેને નિયંત્રિત કરવા મનપાની ટીમો સતત ફિલ્ડમાં કાર્યરત છે. ડેંગ્યુની પેટર્ન બદલાઈ, 100થી 104 ડિગ્રી તાવ જોખમી આ વર્ષે ડેંગ્યુના લક્ષણો અને પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વાયરલ ફીવર 100 ડિગ્રીથી ઓછો હોય છે અને દિવસમાં બે-ત્રણ વાર ઉતરી-ચઢી શકે છે. પરંતુ જો દર્દીને 100થી 104 ડિગ્રીનો ખૂબ જ તીવ્ર તાવ આવે, તો તેને શંકાસ્પદ ડેંગ્યુ ગણવો જોઈએ. આ વખતે તાવનો ગાળો માત્ર બેથી ત્રણ દિવસનો જ જોવા મળી રહ્યો છે, જેના કારણે દર્દીઓ ઘણીવાર તેને સામાન્ય ગણી અવગણના કરે છે. પ્રારંભિક નિદાન જરૂરી, 5 દિવસમાં મોત શક્ય ડૉ.પટેલે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, શરૂઆતના 2થી 3 દિવસમાં જો યોગ્ય નિદાન ન થાય તો દર્દીની હાલત ગંભીર બની શકે છે અને સારવાર ઘણી ભારે પડી શકે છે. તીવ્ર તાવ જણાય ત્યારે વિલંબ કર્યાં વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી લોહી અને પેશાબના જરૂરી પરીક્ષણો કરાવવા જોઈએ. પ્રારંભિક તબક્કે જ યોગ્ય નિદાન અને સારવાર શરૂ કરી દેવામાં આવે તો માત્ર પાંચ દિવસમાં જ ડેંગ્યુ પર સરળતાથી માત મેળવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક ઇ ચલણના નામે ઠગાઈ:ટ્રાફિક મેમો ભરવાની લિંક મોકલી સાયબર ઠગોએ બે વેપારીના રૂ.6.79 લાખ સેરવી લીધા
    Next Article
    Migration is not a crisis or a cure-all. It just needs to be managed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment