Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં અમિત ચાવડાનો ભાજપ પર પ્રહાર:‘લોકોના ઘરમાં દીવો સળગાવવાની સ્થિતિ નથી, માત્ર આશીર્વાદના દીવા કરવાથી સમસ્યા નહીં ઉકલે’

    7 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ગાંધીનગરમાં ભાજપ સરકાર અને મનપાના શાસન સામે આકરા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “મોંઘવારીના કારણે આજે લોકોના ઘરમાં દીવો સળગાવવાની સ્થિતિ નથી, ત્યારે સરકારી ખર્ચે કાર્યક્રમો યોજીને માત્ર વાહવાહી કરવાથી લોકોની સમસ્યા દૂર નહીં થાય.” ચાવડાએ ગાંધીનગર મનપામાં નવા ગ્રામ્ય વિસ્તારોના સમાવેશનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, નવા વિસ્તારોને ગાંધીનગરમાં સમાવાયા છે, પરંતુ લોકો ટેક્સ ભરતા હોવા છતાં તેમને હજુ પણ ગામડા જેવી સુવિધાઓ મળી રહી છે. ગાંધીનગરના વર્ષોથી વસવાટ ધરાવતા સેક્ટરોમાં પણ ગટર વ્યવસ્થાના નામે રસ્તાઓ ખોદવામાં આવતા લોકો પરેશાન છે. ગટર વ્યવસ્થાને લઈને વ્યાપક ફરિયાદો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ‘ગાંધીનગરના મૂળ ખેડૂતોને યોગ્ય ન્યાય મળ્યો નથી’ અમિત ચાવડાએ કહ્યું કે, ગાંધીનગર વસાવવા માટે જમીન આપનારા મૂળ ખેડૂતોને પણ વર્ષો બાદ યોગ્ય ન્યાય મળ્યો નથી. સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું પણ સરકાર દ્વારા સમાધાન કરવામાં આવતું નથી. તેમના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર શહેરના તમામ વર્ગના લોકો ભાજપના શાસનથી ત્રસ્ત છે. ‘મોંઘવારીથી ભગવાન આગળ દીવો પ્રગટાવવાની પણ સ્થિતિ નથી’ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમો અંગે ચાવડાએ કટાક્ષ કરતાં કહ્યું કે, વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાય, આશીર્વાદના દીવા જેવા કાર્યક્રમો થાય, પરંતુ મોંઘવારીના કારણે લોકોના ઘરમાં જ દીવો સળગાવવાની સ્થિતિ નથી. તેમણે કહ્યું કે, મોંઘવારીના કારણે લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધી છે. “ખાવા-પીવાના ખર્ચમાં વધારો થવાથી જમવામાં મીઠાશ રહી નથી,” તેમ કહી તેમણે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી એવો દાવો કરતાં તેમણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. દિનદહાડે હત્યા, લૂંટ અને બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાનો પણ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો. ખેડૂતો અને શિક્ષણના મુદ્દે પણ સરકારને ઘેરી ચાવડાએ ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે કહ્યું કે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને દેશભરમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતના 50 ટકા વિસ્તારોમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓનો વિશ્વાસ ઉઠી ગયો હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, “આખી જનરેશન રસ્તા પર ઉતરી છે.” ‘ગાંધીનગરની જનતા ભાજપને જવાબ આપશે’ ગાંધીનગર મનપા ચૂંટણી અંગે અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસનું શહેર સંગઠન ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો ઘર-ઘર સુધી જઈ લોકોના પ્રશ્નો અને સ્થાનિક મુદ્દાઓને આગળ ધપાવશે. તેમણે કહ્યું કે ગાંધીનગરની જનતાએ હંમેશા શાસનના લેખાંજોખાં કર્યા છે. ભૂતકાળમાં મુખ્યમંત્રીઓ પણ ગાંધીનગરમાં ભાજપના પ્રચાર માટે નીકળ્યા હોવા છતાં જનતાએ સરકારને અરીસો દેખાડ્યો છે. ભાજપમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. દેશના ગૃહમંત્રીનું મતક્ષેત્ર હોવા છતાં ગાંધીનગરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય ન હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીમાં ગાંધીનગરની જનતા ‘ત્રિપલ એન્જિન’ સરકારને જવાબ આપશે. અમિત ચાવડાએ ગાંધીનગરની જનતા કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ઉભરાતી ગટરથી તંગ આવી લોકોનો ચક્કાજામ:પદ્મનાથ ચોકડીની બન્ને તરફ 1કિમી લાંબી વાહનોની કતાર; કલાકોના પ્રદર્શન બાદ પાલિકાતંત્ર જેટીંગ મશીન લઈને આવ્યું
    Next Article
    કરોડની 'મસ્ટાંગ' કારમાં ફરતા બુટલેગરના પૌત્રએ અકસ્માત સર્જી મારામારી કરી:અમદાવાદ પોલીસે ઝડપી સાન ઠેકાણે લાવી દીધી, આદિત્ય સામે હત્યાનો પ્રયાસ,આર્મ્સ એક્ટ સહિતના 6 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment