Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શીતળા સાતમે બાળકોના સારા આરોગ્ય માટે મેળો ભરાયો:મહિલાઓ માનતા પૂરી કરવા ઉમટી, શ્રીફળ-કુલેર ચઢાવી વાર્તા સાંભળી

    16 hours ago

    આજે શીતળા સાતમના દિવસે મોરબીમાં મચ્છુ નદીના કિનારે આવેલા શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો છે. અહીં મહિલાઓ પોતાના બાળકોના સારા આરોગ્ય માટે માતાજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડી છે. મોરબી ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ મેળામાં આવે છે. શ્રાવણ મહિનામાં આવતી શીતળા સાતમનું ખાસ મહત્વ છે, જેના કારણે આજે ગામડે ગામડે શીતળા માતાજીના મંદિરોમાં લોકો નાના બાળકોને લઈને દર્શન કરવા જાય છે. ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી તે તકલીફ દૂર થાય છે તેવી માન્યતા છે. ઓરી અને અછબડા જેવા રોગોમાંથી બાળકોને મુક્તિ મળે તે માટે પણ મહિલાઓ બાળકો સાથે માતાજીના દર્શન કરવા આવે છે. ભક્તો શ્રીફળ અને કુલેર જેવી પ્રસાદી પણ લાવે છે. મંદિરના પરિસરમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તા પણ સાંભળે છે. બાળકો માટે મંદિરના પટાંગણમાં ભરાયેલા મેળાનો લાભ પણ ભક્તોને મળે છે.
    Click here to Read More
    Previous Article
    તળાવમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો:ગોધરાના દોઢપા તળાવમાં પિતાએ પુત્રને તળાવમાં ધક્કો મારી પોતે પણ કૂદકો માર્યો હતો; બાળકનો બચાવ
    Next Article
    વાઘાવાડી રોડ પરથી બાઈકચોર ઝડપાયો:પોલીસે 10 બાઈક, સ્ક્રેપનો સામાન મળી ₹2.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો, આરોપી કોબડી ગામે પોતાના ઘરમાં છુપાવી રાખતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment