Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાવમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો:ગોધરાના દોઢપા તળાવમાં પિતાએ પુત્રને તળાવમાં ધક્કો મારી પોતે પણ કૂદકો માર્યો હતો; બાળકનો બચાવ

    16 hours ago

    ગોધરાના દોઢપા તળાવમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. મધ્યપ્રદેશના 30 વર્ષીય રાહુલ સાયમને પોતાના 8 વર્ષના પુત્રને તળાવમાં ધક્કો માર્યા બાદ પોતે પણ ઝંપલાવ્યું હતું. બાળકના બચાવ બાદ સમગ્ર ઘટના સામે આવી છે. 1 Septemberના રોજ પોલીસને યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટના પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે. તળાવમાં કૂદતા પહેલા પુત્રને ધક્કો માર્યો ગત 1 સપ્ટેમ્બરના રોજ ગોધરાના દોઢપા તળાવમાંથી 30 વર્ષીય રાહુલ સાયમનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડીશરદી ગામનો નિવાસી હતો. તપાસમાં બહાર આવ્યું કે તળાવમાં કૂદતા પહેલા રાહુલે પોતાના 8 વર્ષના પુત્ર અમિતને પાણીમાં ધક્કો માર્યો હતો. રિક્ષાચાલકની મદદથી બાળક સુરક્ષિત ઘરે પહોંચ્યો પાણીમાં પડ્યા બાદ બાળક સદનસીબે બચીને તળાવ બહાર નીકળી આવ્યો હતો. રિક્ષાચાલકની મદદ મેળવીને બાળક સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યો હતો. તેણે પરિવારજનોને પિતાની આ ખોફનાક કરતૂત અંગેની પૂરી હકીકત જણાવી હતી. ધોરાજી જવા નીકળેલા પિતા-પુત્ર ગોધરા ઉતર્યા પરિવારજનોના જણાવ્યા મુજબ 27 ઓગસ્ટના રોજ રાહુલ પુત્ર સાથે મધ્યપ્રદેશથી નીકળ્યો હતો. તેઓ ધોરાજી ખેતમજૂરી કરવા માટે બસમાં બેઠા હતા. પરંતુ કોઈ અજાણ્યા કારણોસર તેઓ ધોરાજી જવાને બદલે ગોધરા બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા હતા. ત્યારબાદ તેઓ નજીકના દોઢપા તળાવ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહ વારસદારોને સોંપી તપાસ હાથ ધરી ગોધરા પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહ વારસદારોને સોંપ્યો છે. રાહુલે આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે રહસ્ય ઘેરાયું છે. યુવક ધોરાજીના બદલે ગોધરા કેમ ઉતર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમી પર્વે જુગાર રમતા લોકો સામે પોલીસની લાલ આંખ:શેલા ગામે લેબર કોલોની બહાર 12 જુગારીઓ ઝડપાયા, 3.11 લાખનો મુદ્દામાલ કબજે
    Next Article
    મોરબીમાં શીતળા સાતમે બાળકોના સારા આરોગ્ય માટે મેળો ભરાયો:મહિલાઓ માનતા પૂરી કરવા ઉમટી, શ્રીફળ-કુલેર ચઢાવી વાર્તા સાંભળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment