Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘાવાડી રોડ પરથી બાઈકચોર ઝડપાયો:પોલીસે 10 બાઈક, સ્ક્રેપનો સામાન મળી ₹2.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો, આરોપી કોબડી ગામે પોતાના ઘરમાં છુપાવી રાખતો હતો

    16 hours ago

    ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વાઘાવાડી રોડ પરથી શંકાસ્પદ બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની કડક પૂછપરછમાં તેણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઈકોની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેના ઘરેથી 10 ચોરાઉ બાઈક અને સ્ક્રેપ સ્પેરપાર્ટ્સ કબ્જે કર્યા છે. 10 ચોરાઉ બાઈક અને સ્ક્રેપ કરેલા બાઈકના સ્પેરપાર્ટ્સ જપ્ત કર્યા નિલમબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફે સંજય મકોડભાઈ ઘેવરીયા (રહે. કોબડી ગામ, પંચાયત ઓફિસ બાજુમાં, તા.જી. ભાવનગર)ને વાઘાવાડી રોડ પાણીની ટાંકી પાસેથી શંકાસ્પદ બાઈક સાથે દબોચ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 10 ચોરાઉ બાઈક અને સ્ક્રેપ કરેલા બાઈકના સ્પેરપાર્ટ્સ મળી કુલ ₹2,47,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વાહનો ચોરીને કોબડી ગામે પોતાના ઘરે સંતાડી રાખતો હતો અને કેટલાક વાહનોને સ્ક્રેપ કરી તેના સ્પેરપાર્ટ્સ છૂટા પાડી દેતો હતો. પોલીસે 3 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો નિલમબાગ પોલીસે આ કાર્યવાહી મારફતે નિલમબાગ પોલીસ સ્ટેશનના 2 અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના 2 મળી કુલ 3 વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં શીતળા સાતમે બાળકોના સારા આરોગ્ય માટે મેળો ભરાયો:મહિલાઓ માનતા પૂરી કરવા ઉમટી, શ્રીફળ-કુલેર ચઢાવી વાર્તા સાંભળી
    Next Article
    'Kept Her Head Above Water': How A 91-Year-Old Became Face Of Survival in Nepal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment