Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકમેળામાં ખાણીપીણીમાં ફૂડ કલરની મિલાવટથી કેન્સરનું જોખમ:રાજકોટના રેસકોર્સ મેદાનમાં અખાદ્ય પોટેટો ચિપ્સ, પોટેટો ટ્વિસ્ટર, તેલનો નાશ કરાયો: મહિલાએ કહ્યું - અહીં ભોજન આરોગવું તે મોતને નોતરું આપવા સમાન

    7 hours ago

    રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી લોકમેળામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન ફૂડ કલર અને ગુણવતા વિહિન તેલની સાથે અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરાયો હતો. ફૂડ સેફ્ટી ઓફિસરે કહ્યું કે, આ ખોરાક આરોગવાથી કેન્સર થવાનું જોખમ રહે છે તો મેળો માણવા આવેલા મહિલાએ લોકમેળામાં ખાદ્ય ચીજવસ્તુ આરોગવી તે મોતને નોતરું આપવા બરાબર છે અને કોર્પોરેશન પણ લાપરવાહ હોવાથી કોઈ પગલા ન લેવામાં આવતા હોવાનો રોસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફટી ઓફિસર કૌશિક સરવૈયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ચેકિંગ કરવામાં આવે છે તે રીતે આ વખતે પણ ફૂડ ચેકિંગ સવાર સાંજ કરવામાં આવી રહ્યું છે. અહીં જે સ્ટોલ પર ઊભા છીએ ત્યારે ઢોકળા સહિતની ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે મીઠાઈ સિવાઈ ન વાપરી શકાય. આ ઉપરાંત અહીં કલરવાળી પોટેટો ટ્વિસ્ટરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે પ્રતિબંધિત છે. આ સાથે જ અહીં તેલની TPC વેલ્યુ 25 થી વધુ જોવા મળતા તેનો પણ નાશ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં 50 વેપારીઓને ટેમ્પરરી ફૂડ લાઇસન્સ આપવામાં આવ્યા છે. જ્યાં દરરોજ સવારે અને સાંજે બે વખત ફિઝિકલી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં સૌથી વધુ વાર્ષિક ખોરાક જોવા મળી રહ્યો છે જે આરોગવાથી લોકોને ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈ ફૂડ કલરનો ઉપયોગ કરતા જણાઈ આવે તો તેમજ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ હોય તો તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અહીં આવતા નિકિતાબેન પટેલે જણાવ્યું હતું કે, હું તો એવું કહું છું કે તમે પૈસા દઈને મોતને નોતરો છો. તમે પૈસા આપો છો તેમ છતાં પણ વ્યવસ્થિત જમવાનું નથી મળતું તો તેના કરતાં ઘરેથી તમે કોઈ વસ્તુ બનાવીને લઈ આવો. આ સાથે જ વેપારીઓએ પણ સ્વચ્છતા જાળવવી જોઈએ. કોર્પોરેશન જો આકરા પગલાં લે તો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી ન થાય અને હું એવું માનું છું કે કોર્પોરેશન લાપરવાહ છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલી હાઇવે પરથી6.89 લાખનો દારૂ ભરેલો આઇસર પકડાયો:કુલ ₹26.92 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, વડોદરા માલ મંગાવનાર સહિત 3 વોન્ટેડ
    Next Article
    'સાત સુરોના સરનામે જે હંમેશા મળતા એ આજે આથમી ગયા':લતા મંગેશકર-આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર; સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment