Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલી હાઇવે પરથી6.89 લાખનો દારૂ ભરેલો આઇસર પકડાયો:કુલ ₹26.92 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ, વડોદરા માલ મંગાવનાર સહિત 3 વોન્ટેડ

    7 hours ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. ચીખલી પોલીસે બાતમીના આધારે દેગામ ઓવરબ્રિજ પાસેથી કથ્થઈ રંગના એક આઇસર ટેમ્પોમાંથી ₹16.89 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે વાહન અને મોબાઈલ સહિત કુલ ₹26.92 લાખનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં દારૂ મોકલનાર અને વડોદરામાં મંગાવનાર સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરત રેન્જ આઈજીપી, નવસારી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી દારૂબંધી અને જુગારની બદીને ખતમ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ચીખલી પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.બી. પટેલીયા અને સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, દેગામ રેલવે ટ્રેકવાળા ઓવરબ્રિજના ઉત્તર છેડે મેટ્રો હોટલ સામે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમીમાં જણાવ્યા મુજબનો કથ્થઈ રંગનો આઇસર ટેમ્પો (નંબર: MH-48-AG-3329) ત્યાંથી પસાર થયો. પોલીસે તેને ઘેરીને પકડી પાડ્યો હતો. પોલીસે આઇસર ટેમ્પોના પાછળના ભાગમાં તપાસ કરતા પૂંઠાના કુલ 269 બોક્સ મળ્યા હતા. આ બોક્સ ખોલતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 7,056 બોટલો (3,144 લીટર) મળી આવી હતી. આ દારૂની કિંમત ₹16,89,120/- આંકવામાં આવી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 7,056 બોટલ વિદેશી દારૂ-બિયર (કિંમત ₹16,89,120/-), આઇસર ટેમ્પો (નંબર: MH-48-AG-3329, આશરે કિંમત ₹10,00,000/-) અને એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન (કિંમત ₹3,000/-)નો સમાવેશ થાય છે. આમ, કુલ ₹26,92,120/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સત્યમ ભાગચંદ્ર રામસેવક પ્રજાપત (ઉંમર 23) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે હાલ દમણના ન્યૂ ટ્રાન્સપોર્ટ એરિયા સામેની ચાલી, પંચાલ ચોકડી પાસે રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના કાલ્પી તાલુકાના કુસમરા ગામનો રહેવાસી છે. આ કેસમાં શુક્લાભાઈ (જેણે દારૂ ભરેલો ટેમ્પો આપ્યો અને પાયલોટિંગ કર્યું), શુક્લાભાઈનો માણસ (જેણે વડોદરામાં દારૂનો જથ્થો મંગાવ્યો) અને આઇસર ટેમ્પોના માલિક સહિત ત્રણ લોકો વોન્ટેડ છે. તપાસમાં અન્ય જે કોઈ સામે આવશે, તેમની સામે પણ કાર્યવાહી કરાશે. ચીખલી પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બેંક ઓફ મહારાષ્ટ્રમાં સિનિયર સિટીઝન-પેન્શનરો માટે સેમિનાર:બેંક દ્વારા મળતી અલગ-અલગ સુવિધાઓ વિશે માહિતી અપાઈ, પાકીટનું વિતરણ કરાયું
    Next Article
    લોકમેળામાં ખાણીપીણીમાં ફૂડ કલરની મિલાવટથી કેન્સરનું જોખમ:રાજકોટના રેસકોર્સ મેદાનમાં અખાદ્ય પોટેટો ચિપ્સ, પોટેટો ટ્વિસ્ટર, તેલનો નાશ કરાયો: મહિલાએ કહ્યું - અહીં ભોજન આરોગવું તે મોતને નોતરું આપવા સમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment