Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મટકીફોડની તડામાર તૈયારીઓ:રાજકોટ મનપા દ્વારા સૌપ્રથમ યોજાનાર કાર્યક્રમમાં કાલે ઓરકેસ્ટ્રા, સિદ્દીઓનો ધમાલ રાસ તેમજ લાઈવ ડીજે બનશે મુખ્ય આકર્ષણ, તમામ લોકોને પેટીસનો પ્રસાદ

    7 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરમાં સૌપ્રથમ સાર્વજનિક મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચૌધરી હાઇસ્કૂલ મેદાન ખાતે રાત્રે 8થી લઈ 11 વાગ્યા દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં ગોવિંદા મંડળીઓ દ્વારા પિરામિડ રચીને મટકી ફોડવાની રોમાંચક સ્પર્ધાની સાથે સાથે અનેકવિધ સાંસ્કૃતિક અને મનોરંજક આકર્ષણો જોવા મળશે. જેમાં ઓરકેસ્ટ્રા શો, ગીરનો પ્રખ્યાત સિદ્દી બાદશાહનો ધમાલ રાસ, ડી.જે.ના તાલે કૃષ્ણ ભક્તિ સંગીત, વિશેષ તાલીમબદ્ધ સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળીઓની રોમાંચક રજૂઆત તેમજ ભવ્ય લાઇટિંગ અને શોભાસજ્જા નગરજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય આયોજન અંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં દહીં હાંડી તરીકે પ્રખ્યાત આ ઉત્સવ સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. રાજકોટના નાગરિકો પરિવાર સાથે આ ઉત્સવનો આનંદ માણી શકે તે માટે મનપા દ્વારા પ્રથમ વખત આટલું મોટું આયોજન કરાયું છે. તેમણે શહેરના તમામ નાગરિકોને ચૌધરી હાઇસ્કૂલના મેદાન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ આખરી ઓપ આપી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મટકી ફોડ સ્પર્ધા માટે ગોવિંદા મંડળીઓની નોંધણી ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી છેલ્લી ઘડી સુધી ચાલુ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 5 થી 6 શ્રેષ્ઠ મંડળીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. સ્પર્ધામાં વિજેતા થનાર ટીમો માટે પ્રથમ ઇનામ રૂ. 1,50,000, દ્વિતીય ઇનામ રૂ. 1,21,000 અને તૃતીય ઇનામ રૂ. 1,01,000 રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાગ લેનાર દરેક ટીમનું શિલ્ડ અને પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવશે. મટકી ફોડ અને ઇનામો સહિત આ સમગ્ર આયોજન માટે અંદાજે રૂ. 30 લાખનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની સંપૂર્ણ જવાબદારી ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા ગોવિંદા ગ્રુપ અને મટકી ફોડ નિહાળવા આવનાર અંદાજે 7,000 જેટલા નગરજનો માટે મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ફરાળી પેટિસના નાસ્તાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં પ્રતિ વ્યક્તિ અંદાજે 100 ગ્રામ લેખે ફરાળી પેટિસનું વિતરણ કરાશે. હાલ આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકોમાં પણ આ કાર્યક્રમને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હરિયાણા હથિનીકુંડ બેરેજ દુર્ઘટના, એક જવાનનો મૃતદેહ મળ્યો:તણાઈને યુપી પહોંચ્યો; બીજાની શોધ માટે હરિયાણામાં 80 કિમી સુધી સર્ચિંગ
    Next Article
    બેંક ઓફ મહારાષ્ટ્રમાં સિનિયર સિટીઝન-પેન્શનરો માટે સેમિનાર:બેંક દ્વારા મળતી અલગ-અલગ સુવિધાઓ વિશે માહિતી અપાઈ, પાકીટનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment