Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓગસ્ટ વીતી ગયો છતાં મોરબી‎મહાપાલિકાની સામાન્ય સભા નહીં‎:દર મહિને સભા બોલાવવાની જોગવાઈ છતાં ચૂંટાયેલી પાંખ સામે સવાલો

    14 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખને સત્તા સંભાળ્યાને હજુ ગણતરીના મહિના થયા છે, ત્યાં જ સામાન્ય સભા નિયમિત ન બોલાવાતા સવાલો ઊઠ્યા છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં મનપાની સામાન્ય સભા યોજાઈ નથી. જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ દર મહિને સામાન્ય સભા બોલાવવાની પ્રક્રિયા અંગે હવે મનપાના સત્તાધીશો સામે ચર્ચા શરૂ થઈ છે. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આશરે દોઢ વર્ષ સુધી કમિશનર શાસન રહ્યું હતું. ત્યારબાદ ચૂંટણી યોજાઈ અને ચૂંટાયેલી પાંખનું શાસન આવ્યું છે. પ્રજાએ મનપાની તમામ બેઠકો ભાજપને સોંપી હોવાથી હવે શહેરના વિકાસ અને પ્રજાલક્ષી પ્રશ્નોના ઉકેલની જવાબદારી ચૂંટાયેલી પાંખ પર છે. જીપીએમસી એક્ટની કલમ 453 મુજબ દર મહિને 20 તારીખ પહેલાં સામાન્ય સભા બોલાવવા તથા વિકાસલક્ષી કામોને મંજૂરી આપવાની જોગવાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં સામાન્ય સભા ન મળતાં આ જોગવાઈના પાલન અંગે સવાલો ઊઠ્યા છે. નિયમિત સભા પણ નહીં બોલાવાય તો વિકાસ કામોનું શું? મહાનગરપાલિકાની સામાન્ય સભા વિકાસલક્ષી કામો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને નિર્ણય માટે મહત્વની પ્રક્રિયા છે. ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળ્યા બાદ પણ જો નિયમિત સામાન્ય સભા યોજાતી ન હોય તો વિકાસના કામો અંગે નિર્ણયો લેવાની પ્રક્રિયા ઉપર તેની અસર પડી શકે છે. હાલમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય સભા કેમ બોલાવવામાં આવી નહીં અને આ અંગે સક્ષમ અધિકારી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ તેવા સવાલો પણ ઊઠ્યા છે. મનપાની ચૂંટાયેલી બોડીએ જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબની પ્રક્રિયાનું પાલન કર્યું છે કે નહીં તે બાબતે સ્પષ્ટતા જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે દ્વારા ટ્રેનમાં એક્સ્ટ્રા ડબ્બા મૂકવામાં આવ્યા:સોમનાથથી દ્વારકા જવા માટે રેલ્વે, એસટીમાં એડવાન્સ બુકિંગ ફૂલ થયું
    Next Article
    રૂપિયા 6ના વધારા સાથે નેચરલ ગેસ 100ની આસપાસ:ગેસ મોંઘો થતાં મોરબીના સિરામિક ઉદ્યોગનું ગણિત ખોરવાયું, નફાના નાણાકીય લાભ પર સીધી અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment