Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે દ્વારા ટ્રેનમાં એક્સ્ટ્રા ડબ્બા મૂકવામાં આવ્યા:સોમનાથથી દ્વારકા જવા માટે રેલ્વે, એસટીમાં એડવાન્સ બુકિંગ ફૂલ થયું

    14 hours ago

    પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે સાતમ આઠમના તહેવારો પણ આવી ચૂક્યા છે. ત્યારે ખાસ કરીને લોકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હોય કે પછી કૃષ્ણનગરી દ્વારકા તમામ જગ્યાઓએ ઉમટી પડવાના હોય ત્યારે હાલ રેલવે અને એસટીમાં પણ બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. રેલવે દ્વારા ટ્રેનમાં એક્સ્ટ્રા ડબ્બા મૂકવામાં આવ્યા છે અને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ સંચાલન કરવામાં આવી રહી છે. વેરાવળ રેલવે સ્ટેશનની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં 18 ટ્રેનો અવર જવર કરતી હોય છે અને 10 થી 11 હજાર યાત્રિકો તેમાં પરિવહન કરે છે. જે આંકડો હવે તહેવારના દિવસોમાં લગભગ બે ગણો થવાનો છે તેવું સ્ટેશન માસ્ટર રાજીવકુમાર મિશ્રાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલ 1 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર સુધી તહેવારોને ધ્યાનમાં રાખીને વેરાવળ - ગાંધીનગર - વેરાવળ કેપિટલ અને ભાવનગર - વેરાવળ - ભાવનગર ટ્રેનમાં એક એક વધારાના ડબ્બા મૂકવામાં આવ્યા છે. જ્યારે ખાસ જન્માષ્ઠમી એ ભગવાન શ્રી કૃષ્ણનો તહેવાર હોય એટલે વધુ માત્રામાં દ્વારકા જવા માટેનું બુકિંગ જોવા મળી રહ્યું છે. ટ્રાફિકની વાત કરવામાં આવે તો સૌથી વધુ ટ્રાફિક મુંબઈથી જોવા મળે છે. ત્યારબાદ દિલ્હી, જબલપુર અને પૂણે, ભોપાલ સહિત ગુજરાત ભરના શહેરોમાંથી વધુ ટ્રાફિક અહીં સોમનાથ આવતો હોય છે. એસટી વિભાગની વાત કરીએ તો વેરાવળ એસટી ડેપો મેનેજર દિલીપ શામળાના જણાવ્યા અનુસાર વેરાવળ ડેપોએ સોમનાથ - જુનાગઢ અને જૂનાગઢ - સોમનાથ ટ્રાફિક પ્રમાણે 8 થી 10 એક્સ્ટ્રા બસ મૂકી છે.જ્યારે સોમનાથ - દ્વારકા રેગ્યુલર 10 બસ છે. હાલ પૂરતી 2 એક્સ્ટ્રા બસ મુકાઈ છે. સાતમ - આઠમના તહેવારોને પગલે બુકિંગમાં પણ 20 થી 25 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વેરાવળ ડેપોની વાત કરવામાં આવે તો રેગ્યુલર દિવસમાં 367 ટ્રિપ લાગે છે. તેમાં 7 થી 8 હજાર પેસેન્જર અવર - જવર કરે છે. ઉપરાંત માત્ર સોમનાથની 127 થી વધુ ટ્રિપ લાગે છે. ત્યાં પણ 4 - 5 હજાર પેસેન્જરની અવર જવર રહે છે. સોમનાથથી કાઉન્ટરનું એડવાન્સ બુકિંગ 30 હજાર જેટલું બુકિંગ રહેતું તે 75 હજારથી વધ્યું છે. આમ,સોમનાથ મહાદેવ મંદિર અને કૃષ્ણનગરી દ્વારકા જવા માટે ટ્રેન અને એસટી બસમાં બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખીને વેરાવળ - ગાંધીનગર - વેરાવળ કેપિટલ અને ભાવનગર - વેરાવળ - ભાવનગર ટ્રેનમાં એક એક વધારાના ડબ્બા મૂકવામાં આવ્યા છે. ટ્રાફિકને લઈ એકસ્ટ્રા બસ : બાંટવા, ઉપલેટા, જેતપુર ડેપોમાંથી વધારાની સોમનાથ માટે મૂકાઈ ઉના - સોમનાથ - વેરાવળ અને વેરાવળ - સોમનાથ - ઉના 5 થી 6 એસ્ક્ટ્રા બસ ટ્રાફિક પ્રમાણે મૂકવામાં આવે છે. આ સિવાય બાંટવા, ઉપલેટા, જેતપુર ડેપોમાંથી એક એક વધારાની બસ સોમનાથ માટે મુકાઈ છે. જ્યારે અમરેલી - સોમનાથ, દેહગામ થી સોમનાથ અને બગસરાથી સોમનાથ પણ એક એક વધારાની બસ મુકાઈ છે. આ સિવાય સોમવારને ધ્યાનમાં રાખીને પાલનપુર, વડનગર સહિતના અન્ય ડેપોમાંથી પણ વધારાની બસો દોડાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    252 મેમો ઈશ્યૂ કરી 8 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી‎:ગીર સોમનાથમાં 17 ઓવરલોડ વાહનોને રૂ. 2 લાખથી વધુનો દંડ
    Next Article
    ઓગસ્ટ વીતી ગયો છતાં મોરબી‎મહાપાલિકાની સામાન્ય સભા નહીં‎:દર મહિને સભા બોલાવવાની જોગવાઈ છતાં ચૂંટાયેલી પાંખ સામે સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment