Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    252 મેમો ઈશ્યૂ કરી 8 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી‎:ગીર સોમનાથમાં 17 ઓવરલોડ વાહનોને રૂ. 2 લાખથી વધુનો દંડ

    14 hours ago

    ગીર સોમનાથ આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડ અને ખનીજ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.ઓગસ્ટ માસમાં કુલ રૂ.11 લાખથી વધુની દંડનીય કાર્યવાહી કરાઈ હતી. સહાયક મોટર વાહન નિરીક્ષક જે.એ.ટાંકના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઓવરલોડ ખનીજ વહન કરતા ત્રણ ડમ્પર ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પરમાં મોટા પથ્થરોનું વહન કરવામાં આવી રહ્યું હતું અને વાહનો ઓવરલોડ હોવાનું જણાતા આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંગે અધિકારીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં ઓગસ્ટ મહિના દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા કુલ 288 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ઓવરલોડના 17 મેમો બનાવાયા હતા અને રૂ. 2.03 નો દંડ ફટકારાયો હતો. ઓડીસીના 5 મેમો બનાવાયા હતા અને ઓડીસી હેઠળ રૂ. 34,000નો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે રોડ સેફ્ટી હેઠળ 252 મેમો ઇશ્યૂ કરી રૂ.8.06 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જોકે, આરટીઓ અધિકારીએ વાહનચાલકો અને માલિકોને અપીલ કરી છે કે વાહનના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ રાખવામાં આવે અને વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ માલ ભરવામાં ન આવે.
    Click here to Read More
    Previous Article
    મોબાઇલમાં કોલ ફોરવર્ડિંગ કરાવી સાયબર ઠગોએ નાણાં ઉપાડી લીધા:વડોદરાના સિનિયર સિટીઝને વોટ્સએપ પર આવેલી ‘RTO e-Challan’ APK ફાઇલ ખોલતાં જ મોબાઇલ હેક થયો, બેંક ખાતામાંથી 7.46 લાખ રૂપિયા ઉપાડી ગયા
    Next Article
    રેલવે દ્વારા ટ્રેનમાં એક્સ્ટ્રા ડબ્બા મૂકવામાં આવ્યા:સોમનાથથી દ્વારકા જવા માટે રેલ્વે, એસટીમાં એડવાન્સ બુકિંગ ફૂલ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment