Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઇલમાં કોલ ફોરવર્ડિંગ કરાવી સાયબર ઠગોએ નાણાં ઉપાડી લીધા:વડોદરાના સિનિયર સિટીઝને વોટ્સએપ પર આવેલી ‘RTO e-Challan’ APK ફાઇલ ખોલતાં જ મોબાઇલ હેક થયો, બેંક ખાતામાંથી 7.46 લાખ રૂપિયા ઉપાડી ગયા

    9 hours ago

    વડોદરા શહેરની મકરપુરા GIDCમાં દુકાન ચલાવતા સિનિયર સિટીઝન સાથે સાયબર ઠગોએ RTO ઈ-ચલણની APK ફાઇલ મોકલીને બેંક ખાતામાંથી રૂ.7.46 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. ફાઇલ ઓપન થયા બાદ મોબાઇલમાં કોલ ફોરવર્ડિંગ સક્રિય કરી બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવાઈ હતી. સમગ્ર મામલે સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 65 વર્ષીય સિનિયર સિટીઝન મકરપુરા GIDC ખાતે દુકાન ચલાવે છે. તેઓ પોતાની દુકાનના વ્યવહારો માટે બેંક ખાતાનો ઉપયોગ કરે છે. તા. 1 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તેમના મોબાઇલ પર વોટ્સએપ મારફતે RTO e-Challan અંગેનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં તેમના વાહન સામે ચલણ ઈશ્યુ થયું હોવાનું જણાવી વધુ વિગતો માટે RTO e-Challan APK ફાઇલ ઇન્સ્ટોલ કરવા જણાવાયું હતું. સિનિયર સિટીઝને APK ફાઇલ ઓપન કરતા અજાણ્યા શખ્સોએ મોબાઇલના ઇનકમિંગ કોલ અલગ-અલગ નંબરો પર ફોરવર્ડ કરી દીધા હતા. આ દરમિયાન તેમના કેનરા બેંકના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે 7,46,669 રૂપિયા અન્ય ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી તેઓએ તાત્કાલિક બેંકના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ખાતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ કરાવ્યા હતા. સિનિયર સિટીઝને સમગ્ર બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભોજાબેડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો:શેઠવડાળા પોલીસે 5 જુગારીઓને પકડ્યા, રૂ.11,820 રોકડા જપ્ત કર્યા
    Next Article
    252 મેમો ઈશ્યૂ કરી 8 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી‎:ગીર સોમનાથમાં 17 ઓવરલોડ વાહનોને રૂ. 2 લાખથી વધુનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment