Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપિયા 6ના વધારા સાથે નેચરલ ગેસ 100ની આસપાસ:ગેસ મોંઘો થતાં મોરબીના સિરામિક ઉદ્યોગનું ગણિત ખોરવાયું, નફાના નાણાકીય લાભ પર સીધી અસર

    15 hours ago

    મોરબીના સિરામિક ઉદ્યોગ માટે એક તરફ નિકાસની મુશ્કેલીઓ હળવી થતી નથી ત્યાં બીજી તરફ ઉત્પાદનનો સૌથી મહત્વનો ખર્ચ ગણાતા ગેસના ભાવમાં થયેલા વધારાએ ઉદ્યોગકારોની ચિંતા વધારી છે. સપ્ટેમ્બરથી નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટરે રૂ.6નો વધારો થતાં વેટ-ટેક્સ સહિત તેનો ભાવ રૂ.100ની આસપાસ પહોંચી ગયો છે. બીજી તરફ સિરામિક કિલન માટે વપરાતા પ્રોપેનનો મોરબી પહોંચનો ભાવ પણ રૂ.91.55 થયો છે. ગેસના બંને મુખ્ય વિકલ્પો મોંઘા થતાં ટાઇલ્સના ઉત્પાદન ખર્ચ પર સીધી અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ એકસાથે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. મુંદ્રા પોર્ટ પર ખાલી કન્ટેનરની તંગી અને ઉદ્યોગકારોની હડતાળને કારણે નિકાસને અસર થવાની ચિંતા છે. બીજી તરફ વૈશ્વિક ભૌગોલિક તણાવને પગલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવરમાં અનિયમિતતા સર્જાઈ હોવાની સ્થિતિ વચ્ચે ગેસના પુરવઠા અને આયાત ખર્ચની અસર સ્થાનિક ભાવ ઉપર પડી રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગ માટે નિકાસ બજાર મહત્વનું છે, પરંતુ હાલમાં ઉત્પાદન ખર્ચ ઉપરાંત કન્ટેનરની ઉપલબ્ધતા, શિપિંગ અને ફ્રેઇટ ખર્ચ પણ ઉદ્યોગકારોની સ્પર્ધાત્મકતા નક્કી કરી રહ્યા છે. એપ્રિલ-જૂન 2026 દરમિયાન મોરબીના સિરામિક એક્સપોર્ટમાં વાર્ષિક ધોરણે આશરે 70 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું આંકડા દર્શાવે છે. એપ્રિલ-જૂન 2025માં આશરે રૂ.5,200 કરોડની નિકાસ સામે 2026ના સમાન સમયગાળામાં આ આંકડો આશરે રૂ.1,700 કરોડ રહ્યો હતો. આ સ્થિતિમાં ગેસનો વધેલો ખર્ચ નિકાસકારો માટે વધુ પડકારરૂપ બન્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ટાઇલ્સની વેચાણ કિંમતમાં તાત્કાલિક વધારો કરવો સરળ નથી. ચીન સહિતના દેશોના ઉત્પાદકો સાથે ભાવની સ્પર્ધા વચ્ચે ભારતીય ટાઇલ્સની કિંમત વધારવાથી ઓર્ડર ઉપર અસર થવાની શક્યતા રહે છે. બીજી તરફ ઉત્પાદન ખર્ચ યથાવત્ રાખવો શક્ય ન હોવાથી નિકાસકારોના માર્જિન ઉપર દબાણ વધે છે. ગેસનો ખર્ચ વધ્યો, ટાઇલની કોસ્ટિંગમાં સીધી અસર સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે કિલન ચલાવવામાં ગેસ મુખ્ય બળતણ છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ટાઇલ્સના કુલ ઉત્પાદન ખર્ચમાં ગેસનો હિસ્સો આશરે 40 ટકા સુધી હોય છે. એટલે ગેસના ભાવમાં રૂ.6નો વધારો માત્ર ઇંધણ પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ કાચો માલ, ગ્લેઝ, વીજળી, મજૂરી, પેકિંગ અને પરિવહન સાથે મળીને તૈયાર થતી સમગ્ર કોસ્ટિંગને અસર કરે છે. ગેસના ભાવ વધતા પ્રતિ બોક્સ ટાઇલ્સ પાછળનો ઉત્પાદન ખર્ચ પણ વધવાની શક્યતા છે. જોકે વધેલો ખર્ચ તરત જ ગ્રાહક કે બજાર ઉપર નાખી શકાય તેવી સ્થિતિ નથી. ઘરેલું બજારમાં ભાવની સ્પર્ધા તીવ્ર છે અને ડીલર-ડિસ્ટ્રિબ્યુટરનું માર્જિન પણ મર્યાદિત છે. તેથી ગેસના વધેલા ખર્ચનો પ્રથમ ફટકો ઉત્પાદકના નફાના માર્જિન પર પડે તેવી સ્થિતિ છે. નિકાસમાં મોટો ઘટાડો, હવે કન્ટેનર અને ફ્રેઇટનો વધારાનો બોજ‎ નિકાસમાં મુશ્કેલી ઊભી થાય ત્યારે મોરબીનો કેટલોક જથ્થો ઘરેલું બજારમાં ડાયવર્ટ થાય છે. અગાઉ નિકાસમાં મુશ્કેલીના સમયમાં આશરે 5થી 10 ટકા જેટલો નિકાસ જથ્થો ડોમેસ્ટિક માર્કેટમાં વળ્યો હતો. પરિણામે સ્થાનિક બજારમાં માલની ઉપલબ્ધતા વધતાં ભાવ ઉપર દબાણ આવ્યું હતું. હવે બીજી તરફ ગેસ મોંઘો થવાથી ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્પાદકો સામે ભાવ વધારવો કે નફાનું માર્જિન ઘટાડીને બજારનો હિસ્સો જાળવી રાખવો તેવો સવાલ ઊભો થયો છે. એટલે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે હાલ ગેસનો ભાવ માત્ર ઇંધણનો ખર્ચ નહીં, પરંતુ ઉત્પાદન, નિકાસ અને ઘરેલું બજાર—ત્રણેય મોરચે અસર કરતો મુખ્ય મુદ્દો બન્યો છે. એક કન્ટેનર મોકલ્યા પછી હાથમાં કેટલું બચે? મોરબીના નિકાસકારો માટે હાલ માત્ર ડોલરનો ભાવ મહત્વનો નથી. ઉત્પાદન ખર્ચમાં ગેસનો વધારો, કન્ટેનરની ઉપલબ્ધતા, શિપિંગ અને ફ્રેઇટ સહિતના ખર્ચ બાદ એક કન્ટેનર વિદેશ મોકલ્યા પછી વાસ્તવમાં કેટલું માર્જિન બચે છે તે મોટો પ્રશ્ન બન્યો છે. રૂપિયો નબળો પડવાથી મળતો લાભ પણ વધેલા ઉત્પાદન zઅને નિકાસ ખર્ચમાં શોષાઈ જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઓગસ્ટ વીતી ગયો છતાં મોરબી‎મહાપાલિકાની સામાન્ય સભા નહીં‎:દર મહિને સભા બોલાવવાની જોગવાઈ છતાં ચૂંટાયેલી પાંખ સામે સવાલો
    Next Article
    31 જુલાઈના મહેકમ કરતાં વધારાના શિક્ષકો વધ ગણાશે:સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષકો માટે 31 જુલાઇના મહેકમના આધારે 7 સપ્ટેમ્બરે વધ-ઘટ બદલી કેમ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment