Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31 જુલાઈના મહેકમ કરતાં વધારાના શિક્ષકો વધ ગણાશે:સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષકો માટે 31 જુલાઇના મહેકમના આધારે 7 સપ્ટેમ્બરે વધ-ઘટ બદલી કેમ્પ

    15 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે આગામી 7 સપ્ટેમ્બરના રોજ વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 31 જુલાઈની મહેકમની સ્થિતિને આધારે યોજાનાર છે. સાબરકાંઠામાં ધો. 1 થી 5માં 146 શિક્ષકો વધઘટ તરીકે તથા ધો. 6 થી 8માં 41 શિક્ષકો વધઘટ તરીકે છે. આ ખાસ વધઘટ બદલી કેમ્પ 7 સપ્ટેમ્બરના રોજ બી.આર.સી. ભવન, કાંકણોલ ખાતે યોજાશે. શિક્ષણ વિભાગ દ્વારા 31 જુલાઈ સુધીના ડેટા અને મહેકમના આધારે ખાલી જગ્યાઓ તથા વધારાના શિક્ષકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ કેમ્પના માધ્યમથી શિક્ષકોને યોગ્ય સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, જેથી શાળાઓમાં શિક્ષકોની ઘટ કે વધારાની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે 31 જુલાઇ 2026ના રોજ મંજૂર થયેલા શિક્ષક મહેકમને આધારે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના 28 ઓગસ્ટના પત્ર અનુસાર વધ-ઘટ બદલી કેમ્પ માટે 7 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કેમ્પને લઈને તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે પણ શિક્ષકો આ પ્રક્રિયા હેઠળ આવતા હોય તેમને નિર્ધારિત સમયે અને સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ કેમ્પથી જિલ્લાની શૈક્ષણિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓમાં શિક્ષકોનું યોગ્ય સંતુલન જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે. 31 જુલાઈના મહેકમ કરતાં વધારાના શિક્ષકો વધ ગણાશે વધ ઘટ બદલી પામેલા શિક્ષકોની વિગતો શિક્ષક પોર્ટલ પર તાત્કાલિક અપડેટ કરવાની રહેશે. માહિતી અપડેટ કરવામાં કોઇ બેદરકારી દાખવવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા અધિકારીની રહેશે. આ ઉપરાંત આંતરિક કે જિલ્લાફેર બદલીના હુકમ છતાં છૂટા ન થયેલા શિક્ષકોની જગ્યાને ખાલી ગણવામાં આવશે. જયારે બદલીનો હુકમ થયા બાદ નવા સ્થળે હાજર ન થયેલા શિક્ષકની જગ્યાને ભરેલી ગણવામાં આવશે. 31 જુલાઇની સ્થિતિ મુજબ મંજૂર મહેકમ કરતાં વધુ સંખ્યામાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને વધ ગણવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રૂપિયા 6ના વધારા સાથે નેચરલ ગેસ 100ની આસપાસ:ગેસ મોંઘો થતાં મોરબીના સિરામિક ઉદ્યોગનું ગણિત ખોરવાયું, નફાના નાણાકીય લાભ પર સીધી અસર
    Next Article
    સોઇલ ટેસ્ટ સહિતની કામગીરી નહી થતાં પ્રશ્ન સર્જાયો:હાટકેશ્વર સ્મશાનના કામમાં 10 ફૂટે પાણી આવ્યું : પ્રોજેક્ટ વિલંબમાં, ખર્ચ બમણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment