Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબરીધામના વિકાસમાં ખર્ચાયા 10 કરોડ,‎હવે બન્યું ડાંગનું સુવિધાજનક યાત્રાધામ‎:ભૂતકાળમાં જ્યાં મંદિર હતું ત્યાં હવે આવનાર યાત્રાળુઓ માટે પ્રાથમિક સહિતની સગવડો ઊભી થઈ

    1 day ago

    ડાંગ જિલ્લામાં શબરીધામમાં અંદાજે 10 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવતા હવે પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે. નાસિક ઉપરાંત તેને અડીને આવેલ ડાંગ જિલ્લો દંડકારણ્ય તરીકે વર્ષો અગાઉ જાણીતો હતો અને ભગવાન રામ વનવાસમાં હતા ત્યારે ડાંગના સુબીરમાં શબરીના બોર ખાધા હોવાની કથા છે, જેને લઈ આ સ્થળે કેટલાક વર્ષ અગાઉ કુદરતની સાનિધ્યમાં મા શબરીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જોકે અગાઉ અહીં દર્શનાર્થીઓ માટે વધુ સુવિધા ન હતી. જેને લઈ ગુજરાત યાત્રાધામ બોર્ડે આ સ્થળમાં યાત્રાળુઓ માટે સુવિધા ઊભી કરવાનો નિર્ણય લીધો હતો અને અંદાજે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. મળતી માહિતી મુજબ પ્રોજેક્ટ બે તબક્કાનો હતો. એક તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો પણ પૂર્ણ થયાનું જાણવા મળ્યું છે. આ વિકાસના કારણે હવે આ માત્ર ડાંગ નહીં પણ દક્ષિણ ગુજરાતના મહત્વના યાત્રાધામમાં યાત્રાળુઓને પ્રાથમિક સહિતની અન્ય સુવિધાઓ પણ મળી રહી છે. હવે ડાંગમાં સાપુતારા ઉપરાંત અન્ય સ્થળોએ સુવિધા.. અગાઉ કેટલાક વર્ષો અગાઉ ડાંગ જિલ્લામાં એકમાત્ર ટૂરિસ્ટ સ્થળ સાપુતારામાં જ સારી સુવિધા હતી. હવે શબરીધામમાં પણ સારી સુવિધા ઊભી થઈ છે. ઉપરાંત ઈકો ટૂરિસ્ટ સાઇટ મહાલ, ગીરમાળ વગેરે સ્થળે સુવિધા ઉભી થઈ છે તો વઘઈના ગીરાધોધ પરિસરનો પણ વિકાસની નિર્ણય લેવાયો છે. આમ ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ અને ટૂરિઝમ વિભાગ ઉપરાંત સ્થાનિક ઓથોરિટી પ્રવાસીઓ માટે સુવિધા વધારી રહી છે. યાત્રીનિવાસ સહિતની અનેક સુવિધાઓ... શબરીધામમાં મંદિર પરિસર નજીક યાત્રીનિવાસ બનાવવામાં આવતા અહીં આવનાર યાત્રાળુઓ માટે રહેવાની સગવડ ઊભી થઈ છે. અહીં આવનાર વાહનો માટે પાર્કિંગ, શૌચાલય, પાણીની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં સીડીઓનું નવીનીકરણ અને રંગરોગાન ગાર્ડનિંગ,પેવર બ્લોકનું કામ પણ પ્રોજેક્ટમાં હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની શાળાનો અનોખો પ્રયોગ:વિદ્યાર્થીને 1 કલાક વાંચન પરરૂ.5નો પુરસ્કાર, 150 વિદ્યાર્થીને મહિને 67 હજાર સુધી ચૂકવાશે
    Next Article
    નવનિયુક્ત પ્રમુખ પૂર્વ IAS મહેન્દ્રભાઈ એસ. પટેલ સાથે ખાસ વાતચીત‎:નવી પેઢી માટે શિક્ષણ-કારકિર્દી પર ફોકસ,વૈશ્વિક હરીફાઇ માટે તૈયાર કરીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment