Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની શાળાનો અનોખો પ્રયોગ:વિદ્યાર્થીને 1 કલાક વાંચન પરરૂ.5નો પુરસ્કાર, 150 વિદ્યાર્થીને મહિને 67 હજાર સુધી ચૂકવાશે

    1 day ago

    રાજકોટના વર્ધમાનનગરમાં આવેલી આર.બી. સ્કૂલે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. સિંગાપોર સરકારના રીડિંગ મોડલ પરથી પ્રેરણા મેળવી શાળાએ બાળકોને મોબાઈલ અને ટીવીના સ્ક્રીન ટાઈમથી દૂર રાખવા ખાસ પોલિસી બનાવી છે. જેમાં ધો. 3 થી 10ના 150 વિદ્યાર્થીઓ માટે 1 કલાક વાંચન પર રૂ. 5 અને 2 કલાકના રૂ. 10 ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકાઈ છે. આ વાંચનનું નિરીક્ષણ વાલીઓ કરે છે અને જો શાળાના 150 તમામ બાળકો રોજ 2 કલાક વાંચે તો મહિને રૂ. 45 હજાર અને 3 કલાક વાંચન કરે તો 67 હજાર સુધી ચૂકવાશે. શાળા દ્વારા યોગ્ય પોલિસી અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવીને પાયલટ પ્રોજેક્ટ માટે લાગુ કર્યો છે. કેવી રીતે કામ કરે છે આખી સિસ્ટમ? સમજો સ્ટેપ બાય સ્ટેપ મોનિટરિંગ 4 તબક્કાની ખાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે: 1. શાળા તરફથી મોનિટરિંગ શીટનું વિતરણ | શાળા દ્વારા ધો. 3 થી 10ના તમામ 150 વિદ્યાર્થીઓને એક વિશેષ પ્રિન્ટેડ મોનિટરિંગ ફોર્મેટ આપવામાં આવે છે. 2. વાલી બન્યા સુપરવાઈઝર | વિદ્યાર્થી ઘરમાં જ્યારે પણ 1 કલાક સતત પાઠ્યપુસ્તક, અખબાર કે અન્ય પુસ્તકનું વાંચન કરે ત્યારે વાલી તેની સામે બેસીને સમય નોંધશે. 3. વાલીની સહી ફરજિયાત | બાળકે ખરેખર વાંચન કર્યું છે તેની સાબિતી રૂપે વાલીએ નિયત ફોર્મેટમાં વાંચનનો સમય (દા.ત. 1 કલાક કે 2 કલાક) નોંધીને પોતાની સહી કરવાની રહે છે. 4. ક્લાસ ટીચરનું વેરિફિકેશન, રોકડ ચૂકવણી | વિદ્યાર્થી આ સહી કરેલી શીટ શાળામાં લાવે ત્યારે સંબંધિત ક્લાસ ટીચર તેનું ક્રોસ-વેરિફિકેશન (ફોલોઅપ) કરશે. ત્યારબાદ પ્રતિકલાક રૂ. 5 લેખે (2 કલાકના રૂ. 10) શાળા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીને રોકડેથી ચૂકવી પ્રોત્સાહિત કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં લેખ વાંચી વિચાર આવ્યો આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ સ્ક્રીન અને ટીવીની દુનિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમના હાથમાંથી પુસ્તકો છૂટી ગયા છે. ભાસ્કરની કળશ પૂર્તિમાં સિંગાપોર સરકારના રીડિંગ પ્રોજેક્ટ વિશે વાંચ્યું ત્યારે વિચાર આવ્યો કે બાળકોને રોજના વાંચનનું મૂલ્યાંકન કરી રોકડ પુરસ્કાર મળે તો બદલાવ આવી શકે! આ માત્ર પૈસા આપવાની વાત નથી, પણ વાંચનની ટેવ કેળવવાનો પ્રયાસ છે. > વિનયભાઈ લોખીલ (સંચાલક, આર.બી. સ્કૂલ, રાજકોટ)
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ આયોજિત નિઃશુલ્ક ગરબાક્લાસીસમાં 8 વર્ષની બાળકીથી લઈને 86 વર્ષના વડીલો ગરબે ઘૂમ્યા
    Next Article
    શબરીધામના વિકાસમાં ખર્ચાયા 10 કરોડ,‎હવે બન્યું ડાંગનું સુવિધાજનક યાત્રાધામ‎:ભૂતકાળમાં જ્યાં મંદિર હતું ત્યાં હવે આવનાર યાત્રાળુઓ માટે પ્રાથમિક સહિતની સગવડો ઊભી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment